________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 59 થાય છે.” (જૈનયુગ, જ્યેષ્ઠ 1982) મુલતવી રહેલું ખાસ અધિવેશન, પછી તો, ભરાયું, પેઢીનો સહકાર પણ મળી રહ્યો, અને જૈન સમાજની એકતા ટકી રહી. એમાં મોહનભાઈ જેવા તટસ્થ વિચારકોની દૃષ્ટિનો વિજય હતો. કેસરિયાજી તીર્થનો ઝઘડો ૧૯૨૭માં કેસરિયાજી તીર્થમાં દિગંબરો અને શ્વેતામ્બરો વચ્ચે ઝઘડો થાય છે ત્યારે મોહનભાઈ ઐતિહાસિક હકીકતોની સ્પષ્ટતાપૂર્વક શ્વેતામ્બરોનો પક્ષ લે છે પણ દિગમ્બરોની રજૂઆતો પ્રત્યે મન ખુલ્લું રાખે છે અને આ પ્રશ્ન પરત્વેના પોતાના અહેવાલમાં મોતીચંદભાઈએ દિગંબર મુનિ માટે એકવચન વાપર્યું હતું તેનો અણગમો વ્યક્ત કરે છે. (જૈનયુગ, વૈશાખ 1983) એકતાના હિમાયતી છેવટે તો મોહનભાઈ જૈનોના બધા ફાંટાઓ એકબીજાની નજીક આવે અને જૈન એકતા સિદ્ધ થાય એ માટે મથનારા પુરુષ હતા. બધા ફિરકાઓ માટેની સંયુક્ત જૈન હોસ્ટેલની એમણે હિમાયત કરેલી અને વાડીલાલે એવું વિદ્યાર્થીગૃહ સ્થાપ્યું ત્યારે એને ટેકો આપ્યો. ૧૯૩૬માં સ્થાનકવાસી મુનિ મિશ્રી લાલજીએ જૈન સાધુ-સાધ્વીઓની એકતા માટે ઉપવાસ કર્યા ત્યારે એ અંગે મળેલી સભામાં મોહનભાઈ હાજર રહ્યા હતા અને એકતાના ઠરાવને ટેકો આપ્યો હતો. કૉન્ફરન્સનો ડગમગતો પગ સ્થિર કરનાર કૉન્ફરન્સનું નાવ અનેક વાર હાલકડોલક થયું છે. એવે પ્રસંગે એને સ્થિર કરવામાં જે કેટલીક વ્યક્તિઓએ ભાગ ભજવ્યો છે. એમાં મોહનભાઈનું પણ સ્થાન છે. ૧૯૨૫માં “કૉન્ફરન્સના પાયા હચમચવા લાગ્યા હતા ત્યારે શેઠ મોહનલાલ હેમચંદ ઝવેરી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સૉલિસિટર, સાક્ષરવર્ય શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ અને મકનજી જૂઠાભાઈ મહેતા બૅરિસ્ટર અને શેઠ દેવકરણ મૂળજીએ હિંમતપૂર્વક આ નાજુક પરિસ્થિતિનો સામનો કરી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપણે કન્વેશન બોલાવી કૉન્ફરન્સનો ડગમગતો પગ સ્થિર કર્યો હતો.” (શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનો