________________ 50 વિરલ વિદ્ધતિભા અને મનુષ્યપ્રતિભા પત્રકારત્વ અને સાહિત્યલેખન. આ ત્રણે ક્ષેત્રોમાં એમની કામગીરીની શી વિશેષતાઓ હતી અને એમનું પ્રદાન કેવું મૂલ્યવાન હતું તે હવે જોઈએ. (ક) જાહેરજીવન નિર્મળ, નિર્ભીક, જાતસંડોવણીવાળી સેવાવૃત્તિ મોહનભાઈનું જાહેરજીવન શુદ્ધ સેવાભાવનાનો એક આદર્શ આપણી સમક્ષ મૂકે છે. એમાં નિષ્ઠા હતી - પોતે જે સંસ્થા સાથે સંકળાયા હોય તેની સઘળી કાર્યવાહીમાં એ અચૂક ભાગ લે, એનાં સભાસંમેલનોમાં અચૂક હાજરી આપે; એમાં જાતસંડોવણી હતી - એ નિષ્ક્રિય સભ્ય બની ન રહે, પોતાના વિચારો નિર્ભીકતાથી રજૂ કરે અને જવાબદારી વહન કરવાની આવે તે પ્રેમપૂર્વક અને શ્રમપૂર્વક પણ વહન કરે; એમાં સ્થાનમાનની કશી અપેક્ષા નહોતી - સામાન્ય કાર્યકર્તા તરીકે કર્તવ્ય બજાવવાનું હોય તોયે એ આનંદથી બજાવે. મોતીચંદભાઈ ઈગ્લેંડ ગયેલા ત્યારે ત્યાંથી મોહનભાઈને લખેલું કે તમારી નિષ્કામ સેવા ઘણી વાર યાદ આવે છે. આવી નિર્મળ જાહેર સેવાવૃત્તિના દાખલા બહુ વિરલ હોય છે. કદાચ એમ પણ કહી શકાય કે મોહનભાઈની આ નિર્મળતાને કારણે જાહેર સેવામાં એમણે જે ભોગ આપ્યો છે એના પ્રમાણમાં એમનું ગૌરવ થઈ શક્યું નથી. અનેક જૈને સંસ્થાઓમાં છવાયેલા કાર્યકર્તા મોહનભાઈ વિશાળ જાહેરજીવન સાથે પણ સંકળાયેલા હતા. કોંગ્રેસ, સાહિત્ય પરિષદ, સાહિત્યસંસદ વગેરેના એ સભ્ય હતા. પણ ત્યાં ખાસ કશો અસરકારક ભાગ ભજવવાનું એમને આવ્યું હોય એમ જણાતું નથી. એમણે અસરકારક ભાગ તો જૈન સમાજના પ્રશ્નોમાં ભજવ્યો છે અને ઘણીબધી જૈન સંસ્થાઓમાં એ મહત્ત્વના કાર્યકર્તા તરીકે છવાયેલા રહ્યા છે. આ હકીકતનું સચોટ ચિત્ર તો ટીકાત્મક ભાવે લેવાયેલી એક નોંધમાં જડે છે : રા.રા.દેશાઈ મુંબઈની સઘળી આગેવાન સંસ્થાઓની કારોબારી કમિટીના સભાસદ છે. મુંબઈમાં આવું માન જો કોઈબી ધરાવતું હોય તો આ “ત્રિપુટી' છે. આ ત્રિપુટી' ત્રણ નામચીન જૈન ગૃહસ્થોની બનેલી છે. આ “ત્રિપુટી'ના રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈ, રા.રા.મકનજી જૂઠા બૅરિસ્ટર અને ડૉ. નાનચંદ કસ્તુરચંદ મોદી સભાસદો છે. દરેક તકરારી