________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ગ્રંથમાં સ્વસમયનું ચિત્ર પણ કેટલીક વાર હોતું નથી, અમુક રિવાજ બંધ થઈ ગયા છતાં પણ પુસ્તકમાં રહે છે, એક જ ગ્રંથમાં એકબીજાથી ઊલટાં પ્રતિપાદનો પણ જોવામાં આવે છે. આ વિષમતા નીપજવાનાં ઘણાં કારણો છે H હિંદુસ્તાન મોટો દેશ હોઈ એમાં ઊંચીનીચી ભૂમિકાનો સુધારો એકી વખતે જુદાજુદા ભાગમાં પ્રવર્યો છે. દા.ત. આર્ય અને અનાર્ય બંને લોકોને એક જનતામાં સંગ્રહવાની જરૂર પડતાં, એક જ સ્મૃતિગ્રંથમાં બંનેના રીતરિવાજો સંગ્રહવા પડ્યા છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૭૫૦-૫૧) [ આ રાજતંત્રમાં ધાર્મિક સ્વતંત્રતા ગમે તેટલી હોય છતાં એવી સ્થિતિ ઉપસ્થિત થાય છે કે તે રાજતંત્ર પોતે પોતાના તરફથી અગાઉના યવન રાજકર્તાઓ જેવું આક્રમણ ન કરે છતાં તમે પોતે જ આપસઆપસમાં ઝઘડા કરી પોતાના તીર્થના ભંજક બનો અને તે ઝઘડાનો નિકાલ ઠેઠ પ્રિવિ કાઉંસિલ સુધી દોડી કરાવો ને ખુવાર થાઓ. આમ કરવું એમાં મૂર્ખતા છે, ધર્મનો દ્રોહ અને અધર્મનું પાલન છે. તીર્થરક્ષા નિમિત્તે આપણે તીર્થનો અને તેના ઉદેશનો ધ્વંસ વધારે કર્યો છે ને કરતા જઈએ છીએ. (એજન, પૃ.૭૮૫) | દાનધર્મની રીતિ હવે ઘણો ફેરફાર માગે છે. તેને વ્યવસ્થિત સંગઠિત કરીને તેનો લાભ વધુ ઉપયોગી રીતે, વધુમાં વધુ માનવસંખ્યા લઈ શકે અને તેમ થતાં ભવિષ્યમાં તેવા લાભ લેનારની સંખ્યા ઓછી જ થતી જાય એમ કરવાની જરૂર છે. (એજન, પૃ.૭૮૮). | દાંભિક અહિંસાને તો દેશવટો જ દેવો જોઈએ. તેની જરા પણ તરફદારી કરવી એ સ્વત્વ ગુમાવવા જેવું છે, એટલે કે જ્યાં ભય, કાયરતા અને સ્વાર્થ ધરબી ધરબીને ભર્યા હોય અને ઉપર જતાં આ બધાંને દયા કે અહિંસાના આવરણ વડે છુપાવવામાં આવે એ કોઈ કાળે વાસ્તવિક અહિંસા ન હોઈ શકે. (એજન, પૃ.૮૧૩). પુસ્તકભંડાર નવો સ્થાપવા કરતાં કોઈ પણ હયાત ભંડારને વિશાલ બનાવવો, એકત્રીકરણ કરવું. (હરલ, જૂન 1913) 4. વિશેષ મોહનભાઈની સક્રિયતા અને સેવાનાં ક્ષેત્રો ત્રણ : જાહેરજીવન, વિ.૪