________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા બંને સંપ્રદાયોનું સાહિત્ય જનતા સમક્ષ મુકાતાં એકબીજાની સરખામણીમાં કોણે કઈ રીતે એકબીજાથી વધારે સેવા બજાવી છે તે માલુમ પડશે અને સમસ્ત જૈન સાહિત્યનું મૂલ્ય અને સ્થાન આર્યસંસ્કૃતિમાં શું છે તે સ્પષ્ટ જણાઈ આવશે.” (નિવેદન, પૃ.૩૦) મોહનભાઈને દિગંબર સાહિત્યપરંપરા પ્રત્યે ભરપૂર આદર છે એ દેખાઈ આવે છે. કેશવલાલ કામદારને મોહનભાઈના ઇતિહાસગ્રંથમાં સ્થાનકવાસી સંપ્રદાયના કામનો જે ઉલ્લેખ થયેલો છે એ અધૂરો લાગ્યો છે. ઉપરાંત એમની ફરિયાદ છે કે ““મોહનલાલભાઈએ સ્થાનકવાસી સંપ્રદાયના મૂર્તિપૂજા સામેના વિરોધને વિશાળ દૃષ્ટિથી અવલોકવાની જરૂર હતી. એ વિરોધ માત્ર નવો મત ઊભો કરવા માટે નહોતો, તેમાં સિદ્ધાંત હતો, તર્ક હતો, સંસ્કૃત માનસના ઊંડા અને ઊંચા લક્ષણનો અભ્યાસ હતો, અને મૂર્તિપૂજાથી કાળાંતરે પરિણમતાં જડતા ને વહેમ સામે ખરો પ્રકોપ હતો. જૈન શાસન ને જૈન આચારવિચારને સુધારવાની તેમાં તીવ્ર ઉત્કંઠા હતી. દુર્ભાગ્ય સ્થાનકવાસી સુધારકોની આ શક્તિ મૂર્તિપૂજા સામે પ્રકોપ કરવામાં બધી ખરચાઈ ગઈ હોય નહીં તેમ તેનો સમાજ ક્રિયાજડ ને સંસ્કૃત તથા અર્ધમાગધી વિદ્યાના અભ્યાસથી એકદમ વિમુખ થઈ ગયો.” (પ્રસ્તાવના, પૃ.૭૭). જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસની પહેલી દૃષ્ટિએ આવી છાપ પડે ખરી. પણ મોહનભાઈના અભ્યાસનું મૂળ ક્ષેત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરા હતી એ યાદ રહે તો આ ફરિયાદને ઝાઝો અવકાશ રહેતો નથી. આ કારણે તો દિગંબર પરંપરા આ ગ્રંથમાંથી સંપૂર્ણપણે બાકાત રહી. શ્વેતામ્બર સ્થાનકવાસી સંપ્રદાયની માહિતી થોડીઘણી પણ આમેજ થઈ કેમકે એ સંપ્રદાયનું ગુજરાતમાં ઘણું ચલણ હતું ને મોહનભાઈ મામાને કારણે એ સંપ્રદાયથી સારી રીતે પરિચિત હતા. આમ છતાં, એ માહિતી અધૂરી લાગે તો એનું કારણ, મોહનભાઈ દર્શાવે છે તેમ, એ છે કે “ખાસ ઉલ્લેખવા યોગ્ય તેમનું સાહિત્ય મારી નજરે આવ્યું નથી.” (નિવેદન, પૃ.૪૧) પછીથી, જૈન ગૂર્જર કવિઓ ભા.૩માં સ્થાનકવાસી સંપ્રદાયના સાહિત્યની ઘણી વીગતે નોંધ લેવાઈ છે, કેમકે ત્યારે મોહનભાઈને એ સંપ્રદાયના ભંડારો જોવાના પ્રસંગ આવી ગયા હોય છે. (એ ગ્રંથમાં આ જ રીતે દિગંબર