________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 41 વિશે તંત્રીનોંધો લખતા ને જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના અધિવેશનોમાં રાષ્ટ્રીય પ્રશ્નો પરત્વે પ્રગતિશીલ દૃષ્ટિબિંદુ ધરાવતા ઠરાવો થતા તેમાં મોહનભાઈ જેવા કેટલાક અગ્રણીઓનો ફાળો હતો. આ રાષ્ટ્રીય રંગ, અલબત્ત, જૈનોમાં જે ચુસ્ત સાંપ્રદાયિક વર્ગ હતો તેને ન જ ગમે અને મોહનભાઈને એમનો વિરોધ સહન કરવો પડ્યો હતો. મોહનભાઈના જીવનની વિધિવક્રતા એ છે કે એ હમેશાં ગણાયા સાંપ્રદાયિક લેખક - સંપ્રદાયસેવક, પણ સંપ્રદાયના સનાતનીઓ માટે તો રાષ્ટ્રીય રંગે રંગાયેલા, સુધારાવાદી મોહનભાઈ અસ્વીકાર્ય હતા ! સંપ્રદાયના સનાતનીઓને તો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં કેટલેક સ્થાને હેમચંદ્ર શબ્દ વાપર્યો હોય એથીયે વાંકું પડે, એમાં હેમચંદ્રાચાર્યની અવમાનના લાગે, મોહનભાઈ શાસનપ્રેમી ન હોવાનું દેખાય, ભલેને મોહનભાઈએ હેમચન્દ્રાચાર્યના જીવનકાર્યની અસાધારણ પ્રશસ્તિ કરી હોય, ઘણીયે વાર “હેમચન્દ્રાચાર્ય “હેમચન્દ્રસૂરિ' એવા પ્રયોગો પણ કર્યા હોય. વિનીત સુધારાવાદ મોહનભાઈ સુધારાવાદી ખરા પણ વિનીત સુધારાવાદી. ક્રાંતિકારી વિચારકો પ્રત્યે એ આકર્ષણ અનુભવતા અને એમનો આદર કરતા. સાધુવેશ છોડનાર જિનવિજયજી સાથે મોહનભાઈ એવો ને એવો ઘનિષ્ઠ સંબંધ રાખે છે, ક્રાંતિકારી વિચારોને કારણે જેમને મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યા તે દરબારીલાલને મોહનભાઈ સત્કારતા અને સહાય કરતા રહે છે અને વાડીલાલ મોતીલાલ શાહની ઉદામતાની ટીકા થાય છે ત્યારે તેઓ જણાવે છે કે દેશની ઉન્નતિ માટે વિનીત અને ઉદ્દામ બન્ને પક્ષની જરૂર છે તથા વિનીત પક્ષની કદર ઉદામને લઈને જ થઈ છે, થાય છે અને થશે. ઉદ્દામ હંમેશાં અલ્પ સંખ્યામાં હોય છે, જ્યારે વિનીત ગાડાં ભરી લ્યો એટલી સંખ્યામાં હોય છે. વિરલની કિંમત વિરલ જ હોય છે - તેની કદર કોઈ વિરલ જ કરશે.” (હરલ્ડ, ઑગસ્ટ-ઑક્ટો. 1916) સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહમાં વાડીલાલે આપેલા આપભોગનું મોહનભાઈ અત્યંત અસરકારક ચિત્ર આપે છે અને વિજ્ઞસંતોષીઓની સખત ટીકા કરે છે. (હરલ્ડ, સપ્ટે.-નવે. 1917) પણ મોહનભાઈ પોતે તો સમાજમાં રૂઢિગામી મિત્રો સાથે રહીને