________________ 28 : વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા તાલીમ લેતા જાય. પ્રવાસમાં પોતાનાં બધાં કામ જાતે કરી લે.. અપાર નમ્રતા મોહનભાઈએ કામો તો એવાં કર્યો કે કોઈ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ પણ ભાગ્યે જ કરી શકે. આમ છતાં પોતાની જાતનો કશો મહિમા એમના મનમાં કદી વસ્યો હોય એવું દેખાતું નથી. “જૈન ગૂર્જર કવિઓ” ને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકરગ્રંથોના નિવેદનમાંયે એકે વાક્ય એવું જડતું નથી કે જેમાં મોહનભાઈ પોતાના કામનો મહિમા કરતા હોવાનું આપણને લાગે. એ બીજાના અભિપ્રાયો નોંધે છે ખરા, પણ અભિપ્રાયો નોંધીને અટકી જાય છે. વળી, પોતાના ગ્રંથોમાં કોઈ ખામીઓ હોય તો તે સૂચવવાની વિનંતી કરવાનું એ કદી ચૂકતા નથી. પોતાની જાતને સુધારવા એ સદા તત્પર દેખાય છે. પંડિત સુખલાલજી વગેરે જેવા પોતે મૌલિક લેખક નથી એવું એ નિખાલસતાથી સ્વીકારે છે ને નિત્યે પોતે વાંચવો શરૂ કરેલો પણ જીરવવાની અશક્તિ જણાતાં છોડી દેવો પડ્યો એવી કબૂલાત કરે છે. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'નું તંત્રીપદ સંભાળતી વખતે મોહનભાઈ પોતાની મર્યાદા કેવા સાચા દિલથી વર્ણવે છે ! વિચારોની શ્રેણી હૃદય મુજ ના ગોઠવી શકે ! ન જાણું શી રીતે મુજ હૃદય ખુલ્લું થઈ શકે ? છતાંયે આવે જે મગજમાંહિ તે કહી દઉં ભલા ભાવો સાથે, તમ જિગરનો આદર ચહું. પોતાના ગ્રંથોના નિવેદનોને અંતે પોતાના નામની સાથે મોહનભાઈએ જે શબ્દો જોડ્યા છે તે તો એમની અપાર નમ્રતાનું આપણને દર્શન કરાવે છે. જેમકે, શાસનપ્રેમી (નયકર્ણિકા), જિનચરણોપાસક, વીતરાગચરણરજ (જિનદેવદર્શન), પ્રશમરસપિપાસુ (સામાયિકસૂત્ર), સંતસેવક (સ્વામી વિવેકાનંદના પત્રો, જૈન ઐતિહાસિક રાસમાળા), સંતચરણોપાસક (આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ), સંઘનો સદાનો સેવક (જેને શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯) વગેરે. નિઃસ્પૃહ સેવાનો સંકલ્પ ઉપરના શબ્દો આપણને મોહનભાઈના ઉત્કટ સેવકભાવની પણ પ્રતીતિ