________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા મળે છે. રાત્રે મોડે સુધી જાગનારા અને ચા-સિગારેટના વ્યસની એટલે ચોવિહાર તો ન જ કરી શકે અને ઉપવાસ-એકટાણું કરવામાં પણ મુશ્કેલી જ. ડુંગળી, લસણ પણ એમને ત્યાજ્ય નહોતાં. મામા પ્રાણજીવનભાઈ આવા જૈન આચારો ચુસ્ત રીતે પાળનારા હતા, છતાં મોહનભાઈમાં એ વસ્તુ ન આવી એ જરા નવાઈ પમાડે એવું છે. પણ મોહનભાઈ ઘર્મના બહિરંગને નહીં પણ અંતરંગને વળગનારા હતા એમ આ પરથી સમજાય છે, મનુષ્ય પ્રેમ અને સહાયવૃત્તિ મોહનભાઈ મનુષ્યપ્રેમી હતા. નાનામાં નાના માણસમાં એ રસ લેતા. રસ્તામાં મળે તોયે એવા માણસ પાસે દોઢ-બે કલાક સુધી વાતો કરી એના વિશે ઝીણામાં ઝીણી માહિતી મેળવતા. પેલા માણસને એમ થાય કે મારા પ્રત્યે આમને કેટલોબધો ભાવ છે ! આ સાથે બીજાને સહાયરૂપ થવાની વૃત્તિ પણ હતી. તવાવાળા બિલ્ડિંગમાં કોઈ એવો પ્રસંગ બને કે જેમાં સહાયરૂપ થવાની આવશ્યકતા હોય તો પોતે સંકલ્પ કરતા કે આ દિવસની અથવા અમુક કલાકોની જે કંઈ રોકડ આવક થશે તે હું આ કામમાં આપી દઈશ. વળી પાછા એમ માનતા કે આમાં હું કંઈ કરતો નથી. જે ભાઈના ભાગ્યમાં જેટલું હશે એટલું જ બીજા પાસેથી મળી રહેશે. એક વિધવા બાઈને કોઈ યોગ્ય સંસ્થામાં આશ્રય અપાવવા માટે મોહનભાઈએ રણજિતરામ વાવાભાઈ સાથે પત્રવ્યવહાર કરેલો. નવયુવાનનો ઉત્સાહ મોહનભાઈ હંમેશાં એક નવયુવાનના જેવા ઉત્સાહ અને ખંતથી તરવરતા. કાંઈ પણ નવીન વાત, વિચાર કે વસ્તુ સામે આવે તો એ જાણવાની એમને હોંશ થતી. દૃષ્ટિ આશાવાદી, તેથી અંતકાળ સુધી અનેક પ્રવૃત્તિઓમાં એ રત રહ્યા. એમની કર્મઠતા તો અનન્ય. એ સાથે ભળતી એમની સરળતા અને નમ્રતા. સાધારણમાં સાધારણ કામ કરવામાંયે એમને કશો સંકોચ ન થતો. ન પોતાની વકીલ તરીકેની પ્રતિષ્ઠા આવે કે ન આધુનિક સભ્યતાના ખ્યાલો નડે. મુનિ જિનવિજયજી કુંભારિયાના શિલાલેખો ઉકેલતા હોય ત્યારે મોહનભાઈ એ શિલાલેખો પરની માટી સાફ કરી આપવાનું કામ કરે અને સાથેસાથે જિનવિજયજી પાસેથી શિલાલેખો ઉકેલવાની