________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા 1927 ઑક્ટો. સુરતના હસ્તપ્રતભંડારો જોયા. 1927 ડિસે.-૧૯૨૮ જાન્યુ. : અમદાવાદની પત્રકાર પરિષદમાં, અમદાવાદના ભંડારો જોયા; પાલણપુરમાં ડાયરાના અપાસરાનો ભંડાર જોયો; આરાસણની તીર્થયાત્રા પંડિત સુખલાલજી અને મુનિ જિનવિજયજી સાથે, ત્યાંના શિલાલેખો જિનવિજયજીના સાથમાં ઉતાર્યા. 1928: “જૈનો ને તેમનું સાહિત્ય' એ લેખમાં આગમસાહિત્યનો ઈતિહાસ ઉમેરવાનો પ્રયત્ન આરંભ્યો. 1928 મે 12 : જિનવિજયજીને જર્મની જવા વિદાય આપી. 1928 મે ૧૩થી 22 : ખેડા, ત્યાંના ભંડારો જોયા, સ્વયંસેવક મંડળને આશ્રયે “આપણો સમાજ વિશે ભાષણ કર્યું, માતર, સાચા દેવને દર્શને તથા શિલાલેખોની નોંધ; વિઠલપુર. 1928 સપ્ટે. : “જૈન ગૂર્જર કવિઓ ભા.૨' છપાઈ રહ્યો અને તેની પ્રસ્તાવના તરીકે મૂકવાના લેખ તરીકે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” છપાવા ગયો. 1928 ઑક્ટો.-નવે. : વડોદરામાં પંડિત લાલચંદ ગાંધી, કેશવલાલ કામદાર અને મંજુલાલ મજમુદારને મળ્યા; નડિયાદ, ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં; વડતાલ, આણંદ - ચરોતર એજ્યુકેશન સોસાયટી, અમદાવાદ, પંડિત સુખલાલજીને જૈિન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસનાં પ્રકરણો સંભળાવ્યાં, આનંદશંકર, બહેચરદાસ પંડિત વગેરે સાથે મુલાકાત; રાજકોટ, ગોકુળદાસ નાનજી ગાંધી પાસેની કેટલીક પ્રતો જોઈ. 1929 : માતાનું અવસાન; કલકત્તા, જૈન કોન્ફરન્સના અધિવેશનમાં, પૂરણચંદ્ર નાહરનો પુરાતત્ત્વનો સંગ્રહ તથા ગુલાબકુમારી લાયબ્રેરી જોયાં, નાહરે ઉપયોગી સામગ્રી આપી. 1929 મે : રાજકોટ, ત્યાંથી ગિરનારની યાત્રા, શિલાલેખો ઉતાર્યા. 1929 ઑગસ્ટ-સપ્ટે. : અમદાવાદ, પર્યુષણ વ્યાખ્યાનમાળામાં હાજરી, તે પરથી મુંબઈમાં આવી વ્યાખ્યાનમાળા થવી જોઈએ એવો વિચાર.