________________ 20 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 1918 : જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી બન્યા. 1919 જાન્યુ.-ફેબ્રુ. : મોહનભાઈ તંત્રીપદેથી છૂટા થતાં આ અંક સાથે “હેરલ્ડ” બંધ થયું. 1919 ડિસે. : સાદડીમાં જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના સંમેલનમાં; ત્યાંથી અમૃતસરના રાષ્ટ્રીય કોંગ્રેસના સંમેલનમાં; ત્યાંથી પાછા ફરતાં આગ્રામાં હસ્તપ્રતોની નોંધ લીધી. 1920 લગભગ : પ્રથમ પત્નીનું અવસાન. 1920 : જિનવિજયજીએ સાધુવેશ છોડ્યો; “ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાળા” એ સંપાદનગ્રંથનું પ્રકાશન. 1920 જુલાઈ 16 : બીજાં લગ્ન, પ્રભાબહેન સાથે. 1921 ઑક્ટો. : લીંબડીનો ભંડાર જોઈ પ્રતો નોંઘી. 1922 : કનૈયાલાલ મુનશીએ સાહિત્ય-સંસ સ્થાપી. મોહનભાઈ એના એક સ્થાપક સભ્ય. 1923-24 : પૂનામાં ડેક્કન કૉલેજ | ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટનો હસ્તપ્રતસંગ્રહ જોયો. 1924 : મુનશીએ ગુજરાતી સાહિત્યના ઇતિહાસની યોજના કરી તેના તંત્રીમંડળમાં મોહનભાઈ; “જિનદેવદર્શન'ની બીજી આવૃત્તિનું પ્રકાશન. 1924 સપ્ટે. : “જૈન ગૂર્જર કવિઓ ભા.૧' છાપવા ગયો. 1925 જાન્યુ. : જૈન સાહિત્ય પરિષદની ઑફિસ સ્થાપવા માટે મુંબઈમાં મોહનભાઈને પ્રમુખપદે સભા. 1925 એપ્રિલ : મુંબઈમાં કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે કૉન્ફરન્સનું અધિવેશન, જે કૉન્ફરન્સની ડગમગતી નાવ સ્થિર કરવા અન્ય. અગ્રણીઓ અને મોહનભાઈની સક્રિયતાથી યોજાયું હતું. 1925 મે : વડોદરાના હસ્તપ્રતસંગ્રહો જોયા. 1925 (સં.૧૯૮૧ ભાદરવો) : મોહનભાઈના તંત્રીપદે કૉન્ફરન્સના મુખપત્ર જૈનયુગનો આરંભ. 1925 ઑક્ટો. : અમદાવાદના કેટલાક હસ્તપ્રત સંગ્રહો જોયા.