________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 19 સૂચિના પ્રયાસનો આરંભ. 1911 ફેબ્રુ 15 : પ્રથમ લગ્ન, હેમકુંવર સાથે. 1912 : યશોવિજયકૃત “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય” તથા “જૈન કાવ્યપ્રવેશ” એ સંપાદનગ્રંથો તથા “સ્વામી વિવેકાનંદના પત્રો' એ અનુવાદગ્રંથનું પ્રકાશન. 1912 એપ્રિલ : “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી થયા. 1912 કે 1913 (સંભવતઃ) : “શ્રીમદ્દ યશોવિજયજી' એ અંગ્રેજી નિબંધનું પ્રકાશન. 1912 કે 1913 (સં.૧૯૬૯) : “જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧'નું. પ્રકાશન. 1914 : પિતાનું અવસાન; “જૈન રાસમાળા (પુરવણી) એ સૂચિ-પુસ્તિકાનું પ્રકાશન; ફાર્બસ ગુજરાતી સભાએ જાહેર કરેલ “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ - તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના” એ પારિતોષિક-નિબંધ રજૂ કર્યો. 1915 : ઉપર્યુક્ત નિબંધ પારિતોષિકપાત્ર ઠર્યો; સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં હાજરી આપી તથા ત્યાં પ્રદર્શનમાં મુકાયેલી હસ્તપ્રતોની નોંધ લીધી; “હેરલ્ડ'ના તંત્રીપદેથી મુક્ત થવાનો વિચાર કર્યો પરંતુ પછી મુલતવી રાખ્યો; શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના, જેના મોહનભાઈ એક સ્થાપક સભ્ય હતા. 1915 કે 1916H વિનયવિજયોપાધ્યાયવિરચિત “ધ નયકર્ણિકા' (અંગ્રેજી)નું પ્રકાશન. 1916: જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સના જૈન એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી થયા ' (મોતીચંદ ગિ. કાપડિયા સાથે); કનૈયાલાલ મુનશીએ ઘનશ્યામ'ના નામથી “પાટણની પ્રભુતા' પ્રગટ કરી તેમાંનાં નિરૂપણો અનૈતિહાસિક હોવાનું બતાવી ચર્ચા જગાવી. 1917 : વાડીલાલ મોતીલાલ શાહે સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહની સ્થાપના કરી, એની કારોબારી સભાના મોહનભાઈ સભ્ય બન્યા. 1917 મે 31 : સિદ્ધક્ષેત્ર બાલાશ્રમની મુલાકાત.