________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પૂછયું, “હું શું કરી શકું?” મેં કહ્યું, “એ તો તમે જ વિચારી શકો.” જયસુખભાઈ કહે, “હું લાખ રૂપિયા આપી શકે.” જયસુખભાઈ સિવિલ એન્જિનિયર. સુડતાલીસ વર્ષની ઉંમરે સરકારી નોકરીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધેલી. શ્રીમદ્ રાજચંદ્રના ધાર્મિક વિચારના અનુયાયી. કોઈ વૈભવી બંગલામાં નહીં, પણ એક સાદા સરસ મકાનમાં નીચેનો ભાગ ભાડે આપી ઉપરના ભાગે પોતે રહેનારા. એ આમ પહેલી જ મુલાકાતમાં મારા જેવા પ્રમાણમાં અજાણ્યા માણસને આટલી સરળતાથી લાખ રૂપિયા આપવાની વાત કરે એથી આશ્ચર્ય થયા વિના ન રહે. જયસુખભાઈનો આ પ્રસ્તાવ પિતૃભક્તિથી જ પ્રેરાયેલો હતો એમ સમજાયું - એમના મકાનનું નામ પણ ‘પિતૃસ્મૃતિ છે ! વળી જયસુખભાઈ તો કહે, “હું આમાં કશું ન સમજું, તમે કહેશો એમ જ કરીશ.” પહેલો વિચાર એક ટ્રસ્ટ કરી તેને આશ્રયે નિયમિત રૂપે ગ્રંથપ્રકાશનાદિ પ્રવૃત્તિ કરવાનો આવ્યો પણ પછી એ જંજાળમાં ન પડતાં કોઈ ચાલુ સંસ્થાને જ આવી પ્રવૃત્તિ કરવા રકમ આપી દેવાનું વધુ યોગ્ય લાગ્યું. ડૉ. રમણલાલ શાહ ત્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી હતા અને એમણે વિદ્યાલયમાં આ રકમ સ્વીકારવાની તૈયારી બતાવી. જે સંસ્થાના મોહનભાઈ એક સ્થાપક સભ્ય હતા અને આજીવન કાર્યવાહક સમિતિના સભ્ય રહેલા તે સંસ્થા સાથે મોહનભાઈનું નામ જોડાય એનું ઔચિત્ય સ્વયંસ્પષ્ટ હતું. આ બધી વિચારણામાં સમય ગયો અને બેત્રણ મહિને જયસુખભાઈને ફરી મળવાનું થયું ત્યારે એમણે સામેથી પોતાનો પ્રસ્તાવ દુહરાવ્યો. છેવટે અમારા નિર્ણય મુજબ જ એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂપિયા એક લાખની રકમ આપી. જયસુખભાઈની ધર્મવૃત્તિ, પિતૃભક્તિ ને સરલતા જોતાં લાગે કે એમણે પિતાનો આ વારસો સાચવ્યો અઢળક સામગ્રીનું શું થયું? અમને બીજું કૌતુક મોહનભાઈએ ભેગી કરેલી અઢળક સામગ્રી - ગ્રંથો-સામયિકો ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતો, હસ્તપ્રતોની નકલો વગેરેનું હતું. એ ક્યાં ગઈ? મોટા પુત્ર નટુભાઈને પૂછતાં જણાવ્યું કે એ વ્યવસ્થા બીજા પુત્ર રમણીકભાઈએ કરેલી - ઓરમાન સંતાનો વચ્ચે ગેરસમજ ન થાય