________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા ज्ञानदानगुरून् वन्दे यद् वाणीदीपिकारूचा / वाङ्मये विवरे स्वैरं सिद्धयर्थी विचराम्यहम् // (જેમને કારણે સિદ્ધિની કામનાવાળો હું વાણીરૂપી દીવીના પ્રકાશથી વિસ્તૃત વાત્મયક્ષેત્રે વૈરપણે વિચરું છું તે મને જ્ઞાનદાન કરનાર ગુરુને હું વંદું છું.) ઉપરાંત, એમણે મામાને કાવ્યાંજલિ પણ ધરી છે, જેમાં મામાના ઉદાત્ત ચારિત્ર્યનું આબાદ ચિત્ર ઊપસે છે : અહો એકાકી તું ગૃહજીવનમાં ગાંધી સમ તું, નમે, વંદે, પૂજે અમ હૃદય, આદર્શ અમ તું, અતિ ઓજસ્વી તું, સ્મિત ફરકતું રમ્ય વદને, ચરિત્રશુદ્ધિથી જળકમળ શો વિશ્વસદને. દુખી દેખી ઘાતો, દરદીદિલસંતાપ હરતો, ભલાં કાર્યો કાજે ગગન ઘરતી એક કરતો, દબાતો ના લોભે, સબળ રહીને ઈશ ભજતો, કદી કો આવે, સહનશીલતા-ખગ સજતો. અનાસક્તિયોગે જીવનચર્યા મસ્ત વિલસતો, અમો સંસારીમાં વિરલ નિજ જ્યોતિ વિકસતો, રમ્યો તારે અંકે શિશુસમયથી જ્ઞાન હતો, સુખે પોષાયો હું અજબ ઉર સંસ્કાર ભરતો. અભ્યાસ મેટ્રિક્યુલેશન સુધી મોહનભાઈ રાજકોટમાં જ ભણ્યા હતા. પણ એ કઈ શાળાઓમાં ભણ્યા, એમનો અભ્યાસ કેવો હતો અને કઈ સાલમાં એ મેટ્રિક થયા વગેરે કશી માહિતી મળતી નથી. બી.એ. (1908) અને એલએલ.બી. (1910) એ મુંબઈમાંથી થયા. બી.એ.માં એ વિલ્સન કૉલેજના વિદ્યાર્થી હતા, પણ કયા વિષયો સાથે બી.એ. થયા વગેરે કશી માહિતી મળતી નથી. રામનારાયણ વિ. પાઠક એમના કૉલેજસમયથી મિત્ર હતા. અભ્યાસકાળ દરમ્યાન મોહનભાઈ પરેલમાં શેઠ ગોકુલભાઈ મૂલચંદ જૈન ટુડન્ટસ હૉસ્ટેલમાં રહ્યા હોય એમ દેખાય છે - એમનાં ૧૯૧૦નાં