________________ અંજલિ 133 બાબતમાં કૉન્ફરન્સ દ્વારા પહેલ કરી છે, અને આપણે માટે કર્તવ્યની દિશા સૂચવી છે. હવે એ દિશાને વિકસાવવા અને સમૃદ્ધ કરવામાં જ એમનું ખરું મરણ રહેલું છે એમ સૌ કોઈ સ્વીકારશે. આટલા પ્રાસંગિક નિવેદનને અંતે સદૂગત શ્રી મોહનભાઈની નિષ્ઠા અને સાહિત્યસેવાને અંજલિ આપી, મને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું છું." જૈિન, 21 જુલાઈ 1956; દર્શન અને ચિંતન ભા.૨] 'તા. 15-7-1956 ને રવિવારના રોજ સત શ્રી મોહનલાલ દ. દેશાઈના તૈલચિત્રની અનાવરણવિધિ પ્રસંગે આપેલું વક્તવ્ય.