________________ અંજલિ 131 લેવાનો. એમ કર્યા વિના એની બીજી કોઈ ગતિ જ નથી. પરંતુ શિક્ષણ, અને સાહિત્યનો એક એવો આગવો પ્રદેશ છે કે જે બાબતમાં કૉન્ફરન્સ ઘણું કરવા જેવું છે. હું ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના ચાલુ શિક્ષણની કે તેવું શિક્ષણ આપે તેવા શિક્ષકો તૈયાર કરવાની વાત નથી કહેતો. એ કામ ઉપાશ્રયો અને મહેસાણા જેવી પાઠશાળાઓ મારફત ચાલી રહ્યું છે અને એમાં અનેક મુનિઓ તેમજ ગૃહસ્થોનો સહયોગ પણ છે. હું જે શિક્ષણની વાત કહેવા ઈચ્છું છું તે ઉચ્ચ ભૂમિકાના સર્વગ્રાહી શિક્ષણની વાત છે. આજે શિક્ષણ વ્યાપક બનતું જાય છે. એનું ઊંડાણ પણ ઉચ્ચ ભૂમિકાએ વધતું જાય છે. મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોની સંખ્યા વધતી જાય છે. ઉચ્ચ અને ઉચ્ચતર અધ્યયનની માગણી વધતી જાય છે, અને એ માગણીને સંતોષ એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઠીકઠીક વધતી જાય છે. તેથી આ સમય આપણા માટે બહુ અનુકૂળ છે. જો કોન્ફરન્સ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઉચ્ચ ભૂમિકાસ્પર્શી શિક્ષણની દૃષ્ટિએ કાંઈક કરે તો એમાં એને જશ મળે તેમ છે. આ કામના મુખ્ય બે ભાગ છે : (1) તૈયાર મળે એવા સુનિષ્ણાત કે નિષ્ણાત વિદ્વાનો દ્વારા વિષયવાર સાહિત્ય તૈયાર કરાવવું અને સાથે સાથે મહાવિદ્યાલયો કે વિશ્વવિદ્યાલયોમાં પૂરી યોગ્યતાથી કામ કરી શકે એવા થોડા પણ નિષ્ણાતો તૈયાર કરવા-કરાવવામાં શક્તિ ખરચવી. (2) અનેક વિષયનું પ્રાચીન સાહિત્ય આપણે ત્યાં છે. તેમાંથી પસંદગી કરી વિશિષ્ટ વિદ્વાનો. મારફત તેનું આધુનિક દૃષ્ટિએ સંપાદન-પ્રકાશન કરવું એ કૉન્ફરન્સની પ્રવૃત્તિનું એક અંગ હોવું જોઈએ. પુસ્તકો અનેક પ્રસિદ્ધ થાય છે, પણ જ્ઞાનની નવી પેઢીને સંતોષે એવાં બહુ વિરલ પ્રસિદ્ધ થાય છે. પ્રાચીન જૈન સાહિત્યનું વિશ્વસાહિત્યમાં યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવી દૃષ્ટિએ યોગ્ય હાથે તેના સંપાદનને બહુ અવકાશ છે, અને કૉન્ફરન્સને એમાં જશ મળે તેમ પણ છે. એક બાબત ધ્યાનમાં રહે કે દેશવિદેશના કોઈ પણ ઉચ્ચ કે ઉચ્ચતર વિદ્વાનોનો, ધર્મ અને નાતજાતના ભેદભાવ વિના આપણે ભલે ઉપયોગ કરીએ પણ એ પાછળ દૃષ્ટિ એ રહેવી જોઈએ કે જૈન સમાજ પૌતાનામાંથી જ એવા સુનિષ્ણાતોને તૈયાર કરે અને તૈયાર હોય તેને યથાસ્થાન ગોઠવી પૂરતું કામ આપે, જેથી શિક્ષણ અને સાહિત્યની બાબતમાં બધાં જ સાર્વજનિક