________________ 130 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા પત્રિકાઓ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવર્તુળમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની યાદી આપવા નથી બેઠો. આટલુંય સ્મરણ આપવાનો મારો ઉદેશ એટલો જ છે કે શ્રી મોહનલાલ દેશાઈની અને ઝવેરીની અનિવાર્ય પ્રેરણા ન હોત અને કૉન્ફરન્સે મારી અસાંપ્રદાયિક વિદ્યાવૃત્તિનો ઉપયોગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હોત તેમજ ચેરને અંગેની જરૂરિયાતોની માગણીને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગયો જ ન હોત, ગયો હોત તો સ્થિર થયો ન હોત અને ક્રમેક્રમે ત્યાં જે વિકાસ થયો છે તેની શક્યતા પણ ભાગ્યે જ આવી હોત. આ ટૂંકું પણ આવશ્યક સ્મરણ એ સૂચવે છે કે કૉન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી મોહનભાઈ સાથે મારો શો અને કેવો સંબંધ રહ્યો છે. જો આટલું પણ સ્પષ્ટ હોય તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કૉન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદ્ગત મોહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારું શું સ્થાન છે. તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવવો અને એ દ્વારા કૉન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું અને હું મારી આવશ્યક ફરજ સમજું છું. એ ફરજમાંથી ચૂકું તો મારો અહીં આવવાનો ખાસ અર્થ મારી દૃષ્ટિએ રહે જ નહીં. તૈલચિત્ર એ તો પ્રતીક છે. એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કોઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિષ્ઠા હોતી જ નથી. તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તો જ સમારંભ એ માત્ર સમારંભ ન રહેતાં એક કાર્યસાધક પગલું બની રહે. સામાજિક સુધારણા અને બીજા ફેરફારો કરાવવાની બાબતમાં કૉન્ફરન્સ કરવા જેવું હોય તો મુખ્યપણે અત્યારે એ છે કે વહેમી અને ખર્ચાળ પ્રથાઓના ભારથી કચડાતા મધ્યમ વર્ગને એ જાળમાંથી મુક્તિ અપાવે એવું વાતાવરણ તૈયાર કરવું. એ સિવાયના બીજા સુધારા ને ફેરફારની બાબતમાં આજની સામાજિકતા જે રીતે ઘડાઈ રહી છે અને દેશવિદેશનાં બળો એને ઘડવામાં જે રીતે કામ કરી રહ્યાં છે તે જોતાં એ નિશ્ચિત છે કે જૈન સમાજ પોતાનું સામાજિક જીવન આપમેળે જ એ પરિવર્તન અને સુધારણાને અનુકૂળ કરી