________________ 112 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા કે સુખલાલજી જાગે અને જાણે તો મને કદાચ ઇનામ આપે.” મને, જગાડવામાં આવ્યો. મોહનભાઈ હસીને કહે, “મોડું થયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે ““એવું તે શું લઈ આવ્યા છો?” “સાંભળો ત્યારે” એમ કહીને તેમણે “સુજસવેલી સંભળાવી. “સુજસવેલીમાં ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દૃષ્ટિએ બહુ મહત્ત્વની વસ્તુ હતી. એનો એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી જિનવિજયજીને મળેલો. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મોહનભાઈએ પૂર્ણ સુસવેલી” સંભળાવેલી અને અમે બધા કોઈ એક કીમતી રત્ન લાધ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઈનામમાં મોહનથાળ ખવડાવી મોહનભાઈને સત્કાર્યા. મુંબઈમાં તેઓ તવાવાળા બિલ્ડિંગમાં રહેતા. એક વાર તેમને ત્યાં જ સૂવાનો પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું “તમારે ત્યાં ક્યાં જગા છે ? વળી તમે તો મોડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચોપડીઓનો ખખડાટ કરવાના, એટલે મારે પણ ઉજાગરો કરવો રહ્યો.' તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું, “અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચોપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તો કરીશ જ. મને મોડે સુધી જાગી કામ કર્યા વિના ઊંધ આવવાની નથી અને બીડીની ગરમી વિના મારું એંજિન ચાલે પણ નહીં. છતાં તમને વિઘ્ન ન નડે એ રીતે હું રૂમ બહાર બેસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તેઓ મને મળે જ, અને સાહિત્ય, ઇતિહાસ, તેમજ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાવૃત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે “તમે દાદર, ઘાટકોપર, મુલુંદ કે સાંતાક્રુઝ જ્યાં ઊતરો ત્યાં તમને અડચણ ન હોય તો અમે રોજ આવવા તૈયાર છીએ. કૉર્ટ હશે ત્યારે પણ હું અને મારા મિત્રો સાંજે તો આવી જ શકીએ છીએ.” મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી મોહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે 1. આ હકીક્ત બરાબર નથી. “સુજસવેલી ભા'ના કર્તા કાંતિવિજય યશોવિજયજીના શિષ્ય હોય એવી કોઈ માહિતી મળતી નથી.