________________ 104 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા આ તો આપની કૃતિઓની મોટી મોટી વાનકીઓ થઈ. બાકી આપના “મહાવીર અંક' “પર્યુષણ અંક “દીપોત્સવી અંક વિગેરે અનેકવિધ સેવાના નમૂના છે. આપની રાસાસાહિત્યની પ્રસિદ્ધિઓ, આપની ઐતિહાસિક રાસોની પ્રસિદ્ધિઓ અને આપના નામથી અંકિત થયેલા અનેક લેખોના વૈવિધ્ય પર વિચાર કરતાં એક વ્યક્તિ આટલાં કાર્યો કેમ કરી શકે એવો સાહજિક સવાલ જગાવે છે, આપની સર્વદેશીયતા બતાવે તેવી અનેક કૃતિઓ નજરે તરે છે અને તે આપના જીવનની સફળતા અને ધન્યતા સાબિત કરવાના ચિરંજીવ પુરાવા રૂપે અમર થઈ ગઈ છે. આપની નિખાલસ વૃત્તિ, આપનું સ્પષ્ટવક્તાપણું, આપની સામાનું દૃષ્ટિબિંદુ સમજવાની જિજ્ઞાસા અને આપના બુલંદ અવાજમાં રજૂ થતા વિચારોમાં પસરતો વાણીનો ધોધ અમારા કાનમાં હજુ સુધી ગુંજ્યા કરે છે. જૈને કોમના ઉત્કર્ષમાં કૉન્ફરન્સનું સાચું સ્થાન છે. એને માટે ભૂમિકા કેવી તૈયાર થઈ ગઈ છે અને નવયુગ પાસેથી જનતા શી-શી આશા રાખે છે તે બાબત પર આપે બતાવેલા વિચારો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા અને બીજી અનેક મુંબઈની અગ્રગણ્ય જૈન સંસ્થાઓની આપે વર્ષો સુધી બજાવેલી સેવાઓ કદી વિસરાય તેમ નથી. વિવિધતાથી, રસથી, આનંદથી ભરપૂર આપના સાદા પણ સચ્ચારિત્રશીલ જીવનમાં ઓતપ્રોત થયેલી, વણાઈ ગયેલી, એકરસ થઈ ગયેલી સેવા ભવિષ્યની પ્રજાને પ્રેરણા આપનાર નીવડો.. એવી શાસનદેવને પ્રાર્થના કરી વિરમીએ છીએ.” આપણે પણ આ પ્રાર્થનામાં આપણો સૂર પુરાવી વિરમીએ.