________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 101 રહેનાર સાહિત્યોપાસક હતા. એમનું જીવન અણધારી રીતે સંકેલાયું તેથી એમની ઘણી સામગ્રી અમુદ્રિત રૂપે પડી રહી હોય એ સ્વાભાવિક છે. એ સામગ્રી ક્યાં ગઈ એના સગડ મળતા નથી, પરંતુ એવી સામગ્રી હતી જ એના સંકેતો તો મળે જ છે. શતકવાર જૈન કવિઓની પ્રસાદી એમણે સંકલિત કરેલી ને પહેલાં “મધ્યકાળનો સાહિત્યપ્રવાહમાંના એમના લેખમાં અને પછીથી “જૈન ગૂર્જર કવિઓ'માં એ મૂકવા એમણે વિચારેલું એવા એમના પોતાના ઉલ્લેખો મળે છે, પણ એ બની શક્યું નથી. આગળ નિર્દેશેલ વિક્રમના પંદરમા શતકના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી” એ એમના એ બૃહત્ સંકલનનો એક ભાગ હોય એવો સંભવ છે. “જૈન ગૂર્જર કવિઓ'માં કેટલાક સ્થાને પોતે કૃતિ ઉતારી લીધી હોવાની નોંધ છે પણ એ કૃતિઓ પ્રસિદ્ધ થયાની માહિતી મળતી નથી. સિદ્ધિચન્દ્રવિરચિત “ભાનુચન્દ્રગણિચરિત પોતે નાહટા પાસેથી મળેલી પ્રતમાંથી એમ જ ઉતારી લીધેલ ને પાછળથી મુનિ જિનવિજયની ગોઠવણથી પ્રસિદ્ધ થયેલ એ આપણે આગળ નોંધી ગયા છીએ. જિનવિજયજીના સહકારથી લીધેલો આરાસણ તીર્થના પ્રતિમાલેખોનો સંગ્રહ જિનવિજયજી પાસે પ્રકાશન માટે પડી રહેલ છે એવો ઉલ્લેખ મોહનભાઈએ કરેલ છે (જૈન, 26 માર્ચ 1949) પરંતુ આ સંગ્રહ પ્રસિદ્ધ થયાનું જાણવા મળતું નથી. જિનવિજયજીસંપાદિત “પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા.૨'માં આરાસણ તીર્થના લેખો છે. પણ એ દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકરે મોકલેલા છે અને આ પ્રકાશન મોહનભાઈના ઉલ્લેખથી ઘણું વહેલું, છેક ૧૯૨૧નું છે. ઝઘડિયાના લેખો ઉતાર્યાનું મોહનભાઈએ લખેલ છે પણ એ લેખો પ્રસિદ્ધ થયાનું જણાતું નથી. યશોવિજયજીકૃત “ન્યાયાવતાર' અંગ્રેજી પરથી ગુજરાતીમાં મોહનભાઈએ તૈયાર કરેલ ને એ તથા “ન્યાયપ્રદીપ” અને “નયકર્ણિકા' વિશે મનસુખલાલ કીરતચંદ મહેતા પાસેથી ટીકાટિપ્પણ માગેલાં, ન્યાયાવતાર' તો મનસુખભાઈ વિશેષ સ્કુટ કરે તો સહકર્તા તરીકે છપાવવાની તૈયારી મોહનભાઈએ બતાવેલી. પરંતુ આમાંથી “નયકર્ણિકા' જ પ્રસિદ્ધ થયેલ છે. “ન્યાયાવતાર' મૂળ ને અનુવાદ પુસ્તક રૂપે નહીં પણ “હેરલ્ડમાં પછીથી