________________ 100 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સાહિત્યની દુનિયા સાથેનો એમનો ગાઢ નાતો દર્શાવે છે. એમાં જૈન ગ્રંથોનાં અવલોકનો સવિશેષ હોય એ સ્વાભાવિક છે, પણ સાથે સાથે “પ્રીતમદાસની વાણી', મંજુલાલ મજમુદારકૃત “અભિમન્યુનું આખ્યાન અને અભિમન્યુનું લોકસાહિત્ય', કેશવ હર્ષદ ધ્રુવ-અનુવાદિત “સાચું સ્વપ્ન', કૃષ્ણલાલ મો. ઝવેરી-અનુવાદિત “કૃષ્ણચરિત્ર વગેરેનો સમાવેશ થયો છે, અને એમાંનાં કેટલાંક અવલોકનો ખાસ્સાં લાંબાં છે તે બતાવે છે કે મોહનભાઈનો સાહિત્યઅભ્યાસ જૈન સાહિત્ય પૂરતો મર્યાદિત નથી, એમની નજર જૈનેતર સાહિત્યપરંપરા તરફ પણ હંમેશાં મંડાયેલી રહી છે. મોહનભાઈનાં લખાણોમાં પ્રાચીન ઇતિહાસ, સાહિત્ય વગેરેને લગતાં લખાણોનું પ્રાચર્ય છે કેમકે એમના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર એ છે, પરંતુ અર્વાચીન જીવનથી એ અલિપ્ત રહ્યા નથી. પોતે ચલાવેલાં સામયિકોમાં મોહનભાઈએ આજના જૈન સમાજને લગતા ઘણા પ્રશ્નો વારંવાર ચર્થ્ય છે તે ઉપરાંત સમકાલીન રાષ્ટ્રીય ઘટનાઓ ઉપર નોંધો લખી છે. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના વિચારો વિશેના લેખો એ અર્વાચીન સમય સાથેની નિસબત જ વ્યક્ત કરે છે ને ? “સ્વીકાર અને સમાલોચના'માં પ્રસ્થાન'ના નાટક અંકનો સમાવેશ થયો છે એ પણ મોહનભાઈનો રસ પ્રાચીન સાહિત્ય પૂરતો મર્યાદિત નહોતો તે બતાવે છે. એમનાં લખાણોમાં ઉમાશંકરના વિશ્વશાંતિ', લલિતનાં કાવ્યો વગેરેમાંથી ઉતારા મળે છે અને સમકાલીન સાહિત્યના ઘણા સંદર્ભો જડે છે એ જુદી જ વાત છે. મોહનભાઈએ સંપાદિત કરેલી અનેક પ્રાચીન કૃતિઓ સામયિકોમાં પડેલી છે. એમાં ઐતિહાસિક કાવ્યો, રાસાઓ, ફાગ, બારમાસા, સ્તવનો, સુભાષિતો, હરિયાળીઓ, ઉખાણાં, બાલાવબોધ ઉપરાંત પત્રો, રાજવંશાવલિ, ઘરેણાખતનો દસ્તાવેજ, સ્વરોદય-વિજ્ઞાન જેવા વિષયો-પ્રકારોનો સમાવેશ થયો છે ને વિક્રમના પંદરમા સૈકાના કેટલાક જૈન કવિઓની કાવ્યપ્રસાદી', પ્રાચીન જૈન કવિઓમાં વસંતવર્ણન' જેવાં ચોક્કસ વિષયલક્ષી સંકલનો પણ છે. મોહનભાઈની વિશાળ સાહિત્યોપાસનાની ઝાંખી આમાંથી થાય છે. અપ્રાપ્ય લેખો, અધૂરાં કાર્યો મોહનભાઈ ભારે મોટા સંગ્રાહક ને સતત ઘણુંબધું નોંધ રૂપે લખતા