________________ 98 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા તરીકે મોહનલાલ દલીચંદનું નામ છે, પરંતુ પ્રકાશકના આમુખમાં “ભાષાંતર કરી આપનાર બંધુ મોહનલાલ દલીચંદ બી.એ. તથા બંધુ ઉમેદચંદ દોલતચંદ બી.એ.નો હમારા પર મોટો ઉપકાર થયો છે' એવો ઉલ્લેખ છે તે પરથી ઉમેદચંદ દોલતચંદ સહ-ભાષાંતરકર્તા હોય એવું સમજાય છે. જૈન રાસમાળા (પુરવણી)' એ મનસુખરામ કરતચંદ મહેતાની “જૈન રાસમાળા'ની પુરવણી છે. એમાં કક્કાવારીમાં કૃતિયાદી છે ને સાથે પ્રત જ્યાં પ્રાપ્ત છે એ ભંડારનો પણ નિર્દેશ છે. અગ્રંથસ્થ સાહિત્ય મોહનભાઈનું ઘણું સાહિત્ય હજુ સામયિકો અને અન્ય સંગ્રહાત્મક ગ્રંથોમાં દટાયેલું પડ્યું છે. એ બેત્રણ હજાર પાનાંથી ઓછું નહીં હોય એવો અંદાજ છે. મોહનભાઈના અગ્રંથસ્થ સાહિત્યની સૂચિ તૈયાર કરવામાં આવી છે (જે આ ગ્રંથમાં હવે પછી આપી છે), પણ હજુ એમનાં કેટલાંક લખાણો નજર બહાર રહ્યાં હોય એવો પાકો વહેમ છે, કેમકે મોહનભાઈનાં લખાણો સામયિકો અને અન્ય સંગ્રહાત્મક ગ્રંથોમાં સતત જડતાં રહ્યાં છે તેમજ મોહનભાઈનાં લખાણો અન્યત્ર છપાયાં હોવાનો સંભવ જણાય એવા ઉલ્લેખો સતત સાંપડતા રહ્યા છે. મોહનભાઈનાં અગ્રંથસ્થ લખાણોની યાદી પર નજર ફેરવીએ તોપણ એમની વ્યાપક ફલકની અવિરત સાહિત્યસેવાની ગાઢ પ્રતીતિ થયા વિના રહેતી નથી. તત્ત્વવિચાર, ઇતિહાસ, સાહિત્ય - એ ત્રણે ક્ષેત્રોમાં મોહનભાઈની લેખિની નિર્વિબે ઘૂમતી દેખાય છે અને એમની શોઘદૃષ્ટિ નવનવીન અણજાણ પ્રદેશો આપણી સમક્ષ ખુલ્લાં કરે છે. વિચારાત્મક લેખોમાં સ્વાભાવિક રીતે જ જૈન તત્ત્વવિચારના લેખોનો સમાવેશ છે, પણ “દીલામીમાંસા' જેવો સુદીર્ઘ લેખ શાસ્ત્ર, ઇતિહાસ, ભાવના અને વ્યવહાર એ સર્વ ભૂમિકાઓને સ્પર્શતી વ્યાપક પ્રકારની તત્ત્વવિચારણા રજૂ કરે છે, તો “જૈન દૃષ્ટિએ મહાત્મા ગાંધી” જેવો લેખ જૈન તત્ત્વને ગાંધીજીની વ્યાપક ઘર્મભાવના સાથે જોગવવાના વિશિષ્ટ પ્રયાસરૂપ છે. “સ્વામી શ્રી વિવેકાનંદના પ્રેરણાપ્રદ વિચારો અને મહાત્મા ગાંધીજી - કેટલાક ધાર્મિક વિચારો” આપણને સીધી રીતે જૈનેતર વિચારસૃષ્ટિમાં લઈ જાય છે તો “આત્મઘાત - એક બહેન પ્રત્યે પત્ર” એ