________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં યશોવિજયજીનું અધિકૃત ચરિત્ર આપ્યું છે ને એમના સાહિત્યકાર્યનો વધારે વિગતથી પરિચય આપ્યો છે. “સ્વામી વિવેકાનંદના પત્રો એ અનુવાદગ્રંથ છે. પણ મોહનભાઈએ એમાં સંપાદનકર્મ પણ કર્યું છે, મૂળ અંગ્રેજી ગ્રંથ “એપિસ્ટલ્સ આવુ સ્વામી વિવેકાનંદ (બે ભાગ)માં પત્રો જેમ પ્રાપ્ત થતા ગયા તેમ છાપ્યા છે. મોહનભાઈએ એને મિતિ પ્રમાણે ગોઠવ્યા છે, જેથી વિવેકાનંદના જીવનને - માનસિક જીવનને સમજવામાં મદદ મળે. વિવેકાનંદે માંસાહાર પ્રત્યે - હિંસા પ્રત્યે અનુકૂળ વલણ દર્શાવ્યું છે તે મોહનભાઈને યોગ્ય લાગ્યું નથી, તેથી એ ભાગ એમણે ભાષાંતરમાં લીધો નથી ! મોહનભાઈનો આ નિર્ણય વિવાદાસ્પદ જ ગણાય. આ પત્રોનો અનુવાદ એ કેટલું કપરું કાર્ય હતું એ મોહનભાઈએ મૂકેલી નોંધ પરથી સમજાય છે. ગુજરાતીમાં ભગુભાઈ ફતેહચંદ કારભારી તરફથી અનુવાદ તૈયાર થતો હતો તે મોહનભાઈએ જોયો હતો અને એમને લાગ્યું હતું કે “તે ભાષાશૈલી, વિચારવેગ અને મૂલભાવ સુંદર રીતે ઓછાં બતાવી શકશે.' મરાઠીમાં અનુવાદ હતો તે અક્ષરશઃ નહોતો - કઠિન લાગ્યું તે પડતું મૂક્યું હતું. મોહનભાઈનું ભાષાંતર સુવાચ્ય છે. ભાષા સરળ પણ શિષ્ટ અને ગૌરવભરી છે. વાક્યો અક્લિષ્ટ છે. મોહનભાઈ વિવેકાનંદથી કેટલાબધા પ્રભાવિત હતા તે એમણે આ ગ્રંથમાં વિવેકાનંદના વ્યક્તિત્વનાં લક્ષણો વિસ્તારથી તારવીને, 80 પાનાંની જીવનરેખા જોડી છે ને આ પત્રો વિશે નીચેના ઉદ્ગારો કર્યા છે તે પરથી દેખાઈ આવે છે : તે વાંચતાં તનમાં તનમનાટ અને મનમાં અપૂર્વ જુસ્સો પ્રગટ થાય છે. ભાષા એવી પ્રોત્સાહક (vigorous) છે, કલ્પના એવી મનોરમ્ય અને ચિત્તાકર્ષક છે અને આત્માનો વેગ એવો પ્રબલ અને શૌર્યાન્વિત છે કે કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થયા વગર રહે તેમ નથી.” મોહનભાઈનો તનમનાટ એમના શબ્દોમાં વ્યક્ત થતો આપણે અનુભવી શકીએ છીએ. હર્બટ વૉરનનો “જેનિઝમ” એ લેખ એના ભાષાંતર જૈનધર્મ' સાથે મેસર્સ મેઘજી હીરજીની કંપનીએ પ્રસિદ્ધ કરેલ છે તેમાં પૂઠા પર ભાષાંતરકાર