________________ વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા પુસ્તકને ગુજરાતી તથા અંગ્રેજીમાં ઉતારવા તથા સમજાવવાનો જણાય છે. બન્નેમાં કવિપરિચય, કૃતિનો અનુવાદ તથા એમાંના તત્ત્વવિચારને સમજાવતી ભૂમિકા છે. ગુજરાતી પુસ્તક ફત્તેહચંદ કપૂરચંદ લાલનના સહકારમાં તૈયાર થયેલું છે ને એમાં અનુવાદ લાલનનો છે, જે મોહનભાઈએ સુધાર્યો છે. એમાં મોહનભાઈએ પારિભાષિક શબ્દો, વ્યક્તિનામો, ગ્રંથનામો, કૃતિનામો, સ્થળનામો, સંસ્થાનામો વગેરેની વિસ્તૃત વર્ણાનુક્રમણી જોડી છે. અંગ્રેજી પુસ્તક મોહનભાઈનું સ્વતંત્ર પ્રકાશન છે. મોહનભાઈ પોતે દર્શનશાસ્ત્રના માણસ નથી તેથી દાર્શનિક વિષય સાથેની એમની મથામણ તરીકે આ પુસ્તક ધ્યાનપાત્ર છે. યશોવિજયજીકૃત “સમ્યકત્વના 67 બોલની સઝાય'માં પણ હસ્તપ્રતનો આધાર લીધાની કોઈ માહિતી નથી. પરંતુ આ પુસ્તકની વિશિષ્ટતા તે સંપ્રદાયમાં અત્યંત પ્રસિદ્ધ કૃતિને વિષયાનુરૂપ ખંડેવિભાજન, દરેક ખંડને શીર્ષક, સમજૂતી સાથેનો ગદ્યાનુવાદ, ટિપ્પણ વગેરેથી સુગમ-સમૃદ્ધ કરી છે તેમાં છે. આ કૃતિનું શાસ્ત્રીય સંપાદન પછીથી યશોવિજયજીકૃત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧માં મળે છે. જૈને કાવ્યપ્રવેશ' એક શૈક્ષણિક સંપાદન છે. એમાં બહુધા સ્તવન-સઝાય-પદ પ્રકારની લઘુ કૃતિઓ છે, પણ તે ઉપરાંત થોડીક છત્રીસીઓ ને “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય જેવી કોઈ લાંબી કૃતિનો પણ સમાવેશ થયો છે. સંપાદનનું પ્રયોજન ધાર્મિક શિક્ષણની અંગભૂત કૃતિઓનો સંચય કરવાનું છે એટલે ગદ્યાનુવાદ, સમજૂતી, માહિતી ને શિક્ષકને માર્ગદર્શન એમાં જોડાયાં છે. દૃષ્ટાંતકથાઓ આપવામાં આવી છે ને કાવ્ય કયા રાગમાં ગવાશે એની નોંધ પણ છે. શિક્ષક કથાઓ કહી શકે તે માટે કથાસ્રોતોની યાદી પણ આપી છે. પુસ્તકમાં આગળ કૉન્ફરન્સ તૈયાર કરાવેલો ઘાર્મિક શિક્ષણનો ક્રમ આખોયે આપવામાં આવ્યો છે તે એમાંની વિશાળ દૃષ્ટિને કારણે લક્ષ ખેંચે એવો છે. કથાઓ માટે મોહનભાઈ પોતાના ટિપ્પણમાં “ઈસપની વાતો' પંચતંત્ર' “બાળવાર્તા “સુબોધક નીતિકથા” “ઈન્ડિયન ફેરી ટેઈલ્સ વગેરેની તથા અનેક મરાઠી, ગુજરાતી, અંગ્રેજી અને જૈને કથાગ્રંથોની ભલામણ કરે