________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા સંપાદનગ્રંથો મોહનભાઈની એક મહત્ત્વની સાહિત્યસેવા તે પ્રાચીન સાહિત્યકૃતિઓના સંપાદનની છે. પોતાની પુસ્તિકા “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય' એ પુસ્તિકામાં પ્રાચીન ગ્રંથોના પ્રકાશનની અગત્ય મોહનભાઈએ ભારપૂર્વક બતાવી હતી. પછી તો પ્રાચીન જૈન સાહિત્યની શોધ, નોંધ, અભ્યાસ અને પ્રકાશન એમનું જીવનકાર્ય બની ગયું. “સુજસવેલી ભાસ” એ કૃતિ અખંડ રૂપે મળી આવતાં મોહનભાઈને થયેલા અતિ ઉલ્લાસની વાત સુખલાલજીએ નોંધી છે તે આ કામનો એમનો રસ કેટલો ઉત્કટ હતો અને એમાં એ કેટલા ખૂંપી ગયેલા તે બતાવે છે. અનેક કૃતિઓ એમણે ઉતારી લીધેલી તેમાંથી કેટલીક ગ્રંથ રૂપે પ્રગટ થઈ છે, કેટલીક સામયિકોમાં દટાયેલી પડી છે ને ઘણી તો અજ્ઞાતવાસમાં ચાલી ગઈ જણાય છે. મોહનભાઈને સૌથી વધુ ગૌરવ આપે એવું સંપાદન તે સિદ્ધિચન્દ્રઉપાધ્યાય-વિરચિત “ભાનુચન્દ્રમણિચરિત'(સંસ્કૃત)નું ગણાય. કેમકે એનું પ્રકાશન અત્યંત પ્રતિષ્ઠિત સિંઘી જૈન ગ્રન્થમાલામાં થયું છે. પંડિત સુખલાલજી મોહનભાઈના આ એક જ સંપાદનને યાદ કરે છે, અને વિશિષ્ટ સંપાદન ગણાવે છે અને એ કોઈ પણ સ્કોલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી” એમ જણાવે છે. આ કૃતિની હસ્તપ્રત મોહનભાઈને અગરચંદ નાહટા પાસેથી પૂર્વે મળેલી અને પોતાના રસથી જ એમણે એને ઉતારી લીધેલી. મુનિ જિનવિજયજીએ એ કૃતિનું મહત્ત્વ સમજી સિંઘી જૈન ગ્રંથમાલા માટે એનું સંપાદન કરી આપવાની મોહનભાઈ પાસે માગણી કરી અને કૃતિમાં નિરૂપાયેલ વિષયનો મોહનભાઈનો ઊંડો અભ્યાસ હોઈ એને લગતી વિસ્તૃત પ્રસ્તાવના અંગ્રેજીમાં તેઓ જોડે એવું પણ સૂચન કર્યું. મોહનભાઈએ ઉત્સાહથી અને નિઃસ્વાર્થભાવે આ કામ કરી આપ્યું. ભાનચંદ્ર અને સિદ્ધિચન્દ્ર મોગલ શહેનશાહ જહાંગીરના સંસર્ગમાં આવ્યા હતા અને એના દરબારમાં સ્થાન પામ્યા હતા એટલે આ કૃતિનું, સાધુચરિત તરીકે મહત્ત્વ છે તે ઉપરાંત, ઈતિહાસદૃષ્ટિએ પણ મહત્ત્વ ગણાય. આ કૃતિની શ્રદ્ધેય વાચના આપવા સાથે મોહનભાઈએ એમાંના વિષયનો