________________ આદર્શ મુનિ. 51. प्रसिद्धवक्तृ पण्डित मुनिश्रीचतुर्थमल्लजिन्महायज्ञःशियेन साहित्यप्रेमि पण्डित मुनिना प्रियचन्द्रेण निर्मितानि पद्यानि પ્રસિદ્ધ વકતા મુનિશ્રી ચોથમલજી મહારાજના શિષ્ય સાહિત્યપ્રેમી પંડિત મુનિશ્રી યારચન્દ્રજી મહારાજે ઉપરોકત પદો રચ્યાં છે. મુનીશ્રી હીરાલાલજી મહારાજ. તેઓશ્રી આપણા ચરિત્રનાયકના ગુરુ છે. તેઓને જન્મ સંવત ૧૯૦૮માં ઈન્દર સ્ટેટના રામપુર જીલ્લાના કડા ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ રતનચંદજી હતું. તે ઓસવાળ વંશના જૈન હતા. તેમની માતાનું નામ રાજાબાઈ તથા વડિલ બંધુનું નામ જવાહરલાલજી હતું. તેમનો (જવાહિર લાલજીને) જન્મ સંવત ૧૯૦૨માં થયે હતા, અને એક નાનાભાઈ હતા, તેમનો જન્મ સંવત ૧૯૧૧માં થયો હતો. કેટલાક સમય બાદ પ્રાત:કમરણીય પૂજ્ય મુનિશ્રી હકમીચંદજી મહારાજના સંપ્રદાયના રાજમલજી મહારાજ કંઝેડા ગામમાં પધાર્યા. તેમના વૈરાગ્યેત્તેજક ઉપદેશ સાંભળીને વિ. સં. ૧૯૧૩માં રતનચંદજીએ પોતાની પત્નિ તથા ત્રણ પુત્રને ત્યાગ કરી દીક્ષા લીધી. ત્યાર પછી કેટલાક સમય બાદ પોતાના સાંસારિક કુટુંબને ઉપદેશ આપવાને સંવત ૧૯૧૯માં કંઝેડામાં પધાર્યા. ઉપદેશની અત્યંત મધુરવાણી સાંભળીને માતા તથા ત્રણ પુત્રોને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયે. અને આ સંસારને અસાર જાણું માતા પિતાના ત્રણ પુત્રને સાથે લઈ શ્રી શિવલાલજી મહારાજ તથા શ્રી રતનચંદજી મહારાજ પાસે જઈ