________________ આદર્શ મુનિ. 3e (1) શ્રી શૈતમને જે દિવસે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, તેજ દિવસે શ્રી મહાવીરની પાટ પર પાંચમાં ગણધર સુધમ સ્વામીને બેસાડવામાં આવ્યા. આ સુધર્મ સ્વામી કેલક ગામના વૈશ્યાયન ગેત્રના હતા. તેમણે 50 વર્ષ ગૃહસ્થાશ્રમમાં ગાળ્યાં અને 30 વર્ષ ભગવાનની સેવામાં ગાળ્યાં. બાદ બાર વર્ષ સુધી ગુપ્ત રીતે આચાર્યપદ પર રહ્યા. અને પછીથી કેવલજ્ઞાની થઈ આઠ વર્ષ પછી મેક્ષ પામ્યા. (2) તેમની પછી શ્રી જખ્ખવામી પાટ ઉપર વિરાજ્યા. તેમનો જન્મ રાજગ્રહ નગરના કાશ્યપ ગેત્રી શેઠ કષભદત્તની ધર્મપત્ની ધારિણીને પેટે થયે હતો. સોળ વર્ષ ગૃહસ્થજીવન ગાળ્યા પછી, આડ સ્ત્રી તથા નવાણું કરેડની માલમત્તાને તિલાંજલી આપી પર૭ માણસની સાથે દીક્ષા લીધી અને 80 વર્ષની ઉંમરે મેક્ષે ગયા. શ્રી મહાવીર સ્વામીની મેક્ષગતિ થયા બાદ 12 વર્ષ ગાતમસ્વામી, 8 વર્ષ સુધર્મસ્વામી અને 44 વર્ષ સુધી જખ્ખસ્વામી કેવલીપદથી શોભાયમાન હતા. તેમના પછી કોઈ કેવલી ઉત્પન્ન થયે નથી એટલે કે કેવલજ્ઞાનને વિચછેદ થયે. જબૂસ્વામીના મેક્ષ ગમન વખતે ( વિક્રમ સંવત પૂર્વે 406 વર્ષ) દશ વચનને વિચ્છેદ થયે. (1) મન: પર્યવ જ્ઞાન (2) પરમાવધિ જ્ઞાન (3) પુલાક લબ્ધિ (4) આહારિક શરીર (5) કૈવલ્ય (6) ક્ષાયક સમ્યકત્વ (7) જિનકલ્પી સાધુ (8) પરિહાર વિશુદ્ધ ચારિત્ર 9) સુક્ષ્મસંપર્ય ચારિત્ર અને (10) યથાખ્યાત ચારિત્ર-આ દશ વચનને નાશ થયો.