________________ આદશ મુનિ. 185 rrrr11 * * * વિકાસ થાય છે, તે એટલે સુધી કે તે મહાન આત્મા સર્વજ્ઞ બની મોક્ષના અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. આ વિશેષતા એજ ધર્મમાં નજરે પડે છે, કે જેમા આ સિદ્ધાંત પરિપૂર્ણરૂપે વિદ્યમાન હોય છે. યથાર્થ રીતે વિચાર કરીએ તો એમ માલૂમ પડશે કે અહિંસાધર્મના સંપૂર્ણ સ્વરૂપને ન સમજવાને લીધે જ દેશનું અધઃપતન થયું છે. આધુનિક કાળમાં અવનતિનાં જેટલાં કારણે દષ્ટિગોચર થાય છે, તે સઘળાં અહિંસાના અભાવે જન્મ પામ્યાં છે. તેથી જે આ સર્વશ્રેષ્ઠ અહિંસા ધર્મને વાસ્તવિક રીતે અંગીકાર કરવામાં આવે તો સારોય દેશ અલ્પકાળમાં ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચી જાય, એવો અમારે દાવે છે. અમે પ્રત્યેક બંધુઓને આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરીએ છીએ કે તેઓ હઠાગ્રહ તથા આંતરિક સંકુચિતતાનો ત્યાગ કરી, પોતાની આમેન્નતિના સાચા માર્ગને ગ્રહણ કરે. જ છે