________________ 584 -~-~~~-~~-~-~~~-~~~-~~-~- - > આદર્શ મુનિ તેટલે અત્યાચાર કર્યો, છતાં આંગળી સરખી ઉંચી કર્યા સિવાય અડગપણે રણભૂમિમાં ઉભે રહ્યા. મારા અભિપ્રાય પ્રમાણે જે અહિંસાને તેના નગ્ન સ્વરૂપમાં સમજવામાં આવે તો તે સઘળાં ઐહિક તથા પારલેકિક અનિષ્ટને માટે એક અજબ જડીબુટ્ટી છે. આપણે તેનું કદાપિ સંપૂર્ણ પાલન નથી કરી શકતા. જેમ અત્યારે પણ આપણે તેનું બિલકુલ પાલન નથી કરતા. માનવ શરીરમાં રહેલા અન્ય સદ્ગુણોને અહિંસા નિર્મૂળ કરતી નથી, પરંતુ તેનાં મૂળતનું પાલન કરી શકીએ, તે પહેલાં તે સઘળ સગુણનું પાલન આવશ્યક બનાવે છે. પિતાના પિતાના ધર્મની અહિંસાથી લાલાજીએ ડરવું ન જોઈએ. મહાવીર અને બુદ્ધ સાચા દ્ધા હતા. અને તે જ પ્રમાણે ટેસ્ટોય પણ હતા. માત્ર તેમણે પિતાના કાર્યનું બારીકીથી તથા સત્યતાથી નિરીક્ષણ કરી સાચા સુખદ, પ્રતિષ્ઠિત અને દૈવી જીવનનું રહસ્ય શોધી કાઢયું. આવે, અહિંસાના આ મહાન અધ્યાપકોના આપણે પણ ભાગીદાર બનીએ, અને આપણા આ પ્યારા વતનને ફરીથી દેવભૂમિ બનાવીએ.” ઉપરક્ત લેખનું અવેલેકન કર્યા બાદ વાંચકેના મગ જમાં એ સારી રીતે ઠસી ગયું હશે કે અહિંસા એ કાયરનો ધર્મ નથી, પરંતુ વીરત્વ પ્રધાન ધર્મ છે. તેને મહાન રાજાધિરાજે થી માંડીને તે ઠેઠ અત્યંત રંક મનુષ્યો સુદ્ધાં અંગીકાર કરી શકે છે. તેના સિદ્ધાંતો સર્વવ્યાપી હેવાથી કઈને કઈ પણ પ્રકારે બાધકર્તા નથી. હા, એટલું તે નિર્વિવાદ છે કે અહિંસાધર્મ ગ્રહણ કરનારને આત્મભેગ અવશ્ય આપવો પડે છે. તેના આત્મામાં ઉચ્ચ શક્તિઓને