________________ 578 આદેશ મુનિ. (2) જૈનધર્મની એવી આજ્ઞા નથી કે જ્યારે સબળ નિર્બળને સતાવે અગર ત્રાસ આપે, ત્યારે ઉદાસીન થઈ બેઠા રહેવું. ગૃહસ્થોથી એ કદાપિ સહન થતું નથી અને થવું પણ ન જોઈએ. તેમણે ઉંચ અમલના લાલચુઓને, આતતાયીઓને, (ત્રાસ વર્તાવનાર), બદમાસ, વિષય લંપટો, સ્ત્રીઓનાં સતીત્વ ભ્રષ્ટ કરનાર, અમિ, લુંટારા તથા ધાડપાડુઓના અન્યાય તથા અત્યાચારને મૂંગે મેઢે સહન કરવા જોઈએ નહિ. | (3) અહિંસાનું વાસ્તવિક રીતે એ તાત્પર્ય છે કે ગૃહસ્થોએ માત્ર પિતાના માજશેખ તથા સાધારણ જરૂરીયાત માટે હિંસા કરવી જોઈએ નહિ, અગર તો પિતાની દુષ્ટ વાંનાઓ પરિપૂર્ણ કરવા માટે તેની બીજાને પ્રેરણા પણ કરવી જોઈએ નહિ. (4) જૈનની અહિંસા વ્યકિતગત સ્વાભિમાન તથા સ્વમાન સાચવવામાં વિનરૂપ નીવડતી નથી, તેથી તેનાથી સાહસ, શિર્ય, સ્વદેશ પ્રેમ, કુટુંબપ્રેમ તથા જાતીય ગરવની કોઈપણ પ્રકારે હાનિ થતી નથી. (5) વાસ્તવિક રીતે જૈન અહિંસાને આદેશ એ નથી કે કોઈપણ મનુષ્ય આત્મરક્ષા કરવા ખાતર અથવા આત્માભિમાન જાળવવા ખાતર જરૂરગી શક્તિને ઉપયોગ ન કરે. (6) જૈન અહિંસા પિતાની પત્નિ, પુત્રી, ભગિની તથા માતાની આબરૂનું સંરક્ષણ કરવામાં કદાપિ બાધ કરતી નથી. જેને અહિંસા માત્ર નિષેધાત્મક ઉપદેશજનથી એટલે કે કોઈને સતાવે નહિ એટલું જ નહિ, પરંતુ તેમાં અગાધ તત્વ સમાયેલું છે. તેમાંથી આપણે યોગ્ય નિતિક ઉપદેશ ગ્રહણ કરી શકીએ