________________ આદર્શ મુનિ. 505 પિત્ર શિષ્ય. મગનમલજી મહારાજ–પરવાડ જાતિના છે. તેમની જન્મભૂમિ ઈન્દોર છે. સંવત ૧૯૭૮ના આશ્વિન વદ ૭ને દિવસે 14 વર્ષની વયે તેમને ઉજ્જૈનમાં દીક્ષા આપી. - રાજમલજી મહારાજ –તે વિસા ઓસવાળ જ્ઞાતિના છે. તેમનું વતન જૂનિયાં (અજમેર) છે. સંવત ૧૯૮૦ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે 32 વર્ષની વયે ભીલવાડામાં તેમને દીક્ષા આપી. તે ભારે વિદ્યા જિજ્ઞાસુ છે. તે ઉપરક્ત શિષ્યગણમાં છગનલાલજી તથા મગનલાલજી બેઉ ભાઈઓ છે, વળી નાથુલાલજી તથા રામલાલજી પણ સગા ભાઈ છે, તથા કેવલચંદજી મહારાજ અને વિતાવરમલજી મહારાજ પણ સગા ભાઈઓ છે. તથા મેહનલાલજી અને સોહનલાલજી પણ સગા ભાઈઓ છે.