________________ 584 > આદશ મુન. વકતાવરમલજી મહારાજ –તે જ્ઞાતે સવાલ છે. તેમનું નિવાસસ્થાન કેસિથલ (મેવાડ) છે. સંવત ૧૯૮૧ના ફાળુન સુદ ૩ને દિવસે લા વર્ષની વયે તેમને ખ્યાવરમાં દીક્ષા આપી. તપસ્વીજી વિજયરાજજી મ–બરાડ દેશના રહેવાસી ઓસવાલ જ્ઞાતિના છે. સં. ૧૯૮૪માં કાર્તિક મહિનામાં 35 વર્ષની ઉમ્મરે નાથદ્વારામાં દીક્ષા અંગીકાર કરી. વિદ્યા જીજ્ઞાસુ તેમજ તપશ્ચર્યા રત રહે છે. મોહનલાલજી મ–નીમચના રહેવાસી ઓસવાલ જ્ઞાતિના છે. 11 વર્ષની ઉમ્મરે સંવત ૧૯૮૪ની સાલમાં સાદડી (મારવાડ)માં દીક્ષા લીધી. વિદ્યા જીજ્ઞાસુ છે. સહનલાલજી મ–નીમચના રહેવાસી એસવાલ જ્ઞાતિના છે. 9 વર્ષની ઉમ્મરે સંવત ૧૯૮૪ની સાલમાં સાદડી (મારવાડ)માં દીક્ષા લીધી. વિદ્યા જીજ્ઞાસુ છે. હુકમીચંદ્રજી મ–ઉદેપુરના રહેવાસી બ્રાહ્મણ છે. 18 વર્ષની ઉમ્મરે સંવત ૧૯૮૪માં જવાલી ગામમાં દીક્ષા લીધી. વિદ્યા જીજ્ઞાસુ છે. ઉપરમાં મ. શ્રી છગનલાલજી તથા મગનલાલજી, મ. શ્રી નાથુલાલજી તથા રામલાલજી અને મ. શ્રી કેવલચંદજી તથા વક્તાવરમલજી સગા ભાઈ છે.