________________ આદર્શ મુનિ. 501 કાવ્ય વારંવાર ધામિક પત્રમાં પ્રગટ થાય છે. તે વિદ્યા જિજ્ઞાસુ તથા વ્યાખ્યાનકાર છે. શ્રી પૃથ્વીરાજજી મહારાજે (ચરિત્રનાયકના શિષ્ય) “અષ્ટાદશ નાતા દિગ્દર્શન” નામે જે ગ્રંથ રચે છે, તેમાં તેમણે પણ થોડી ઘણી સહાયતા કરી છે. મારચંદજી મહારાજ –તે રતલામના વતની ન્યાત બરે ઓસવાળ છે. સંવત ૧૯૮ના ફાગણ સુદ પને દિવસે સત્તર વર્ષની ઉમરે તેમને ચિતોડગઢમાં દીક્ષા આપવામાં આવી. તેમને જૈન સિદ્ધાન્ત, દ્રવ્યાનુગ તથા સાથે સાથે અજૈન સિદ્ધાંતને પણ અભ્યાસ છે. સંસ્કૃતમાં તેમણે લઘુ કેમુદી અને સિદ્ધાંત કામુદી, કેષ ગ્રંથમાં અમરકેષ તથા હેમનામમાલાને, તર્કશાસ્ત્રમાં તર્ક સંગ્રહ તથા ન્યાય દીપિકાનો, કાવ્ય ગ્રંથોમાં નેમિનિર્વાણ અને મેઘદૂતનો પિંગળ ગ્રન્થમાં શ્રુતબોધ આદિનો તથા શૃંગારમાં વાભ લંકાર આદિનો અભ્યાસ કર્યો છે. સંસ્કૃત તથા હિંદી ભાષામાં તેમના ચેલા ક તથા લેખે પણ પ્રગટ થયા કરે છે. પ્રાકૃત ભાષાનું પણ તેમને વ્યાકરણ સહિત સારૂ જ્ઞાન છે. વળી તેમને ગ્રંથ રચનાને પણ શોખ છે. હિંદી સાહિત્યમાં પણ તેમણે પગસંચાર કર્યો છે. તેમણે રચેલાં પુસ્તકનાં નામ આ રહ્યાં - “ગુરૂ ગુણ મહિમા” (હિંદી) આ પુસ્તકની આજ પર્યત આઠ આવૃત્તિઓ બહાર પડી, દશ હજાર નકલે નીકળી ચૂકી છે. મહાવીર સ્તોત્ર” (હિંદી) આ તેત્રને તેમણે પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં અનુવાદ, શબ્દાર્થ, ભાવાર્થ તથા અન્વયાર્થ કર્યો છે. તેની બે હજાર પ્રતા બહાર પડી છે.