________________ 482 > આદર્શ મુનિ તેઓશ્રી બધું રહસ્ય સંપૂર્ણ સમજી લઈ, શાન્ત, નિષ્પક્ષ, તથા ગંભીર ભાવથી તેનાં દુઃખ નિવારણ કરવાનો ઉપાય શોધી કાઢે છે ત્યાર પછી પિતાના સારાયે જીવનમાં અદમ્ય પરિશ્રમ તથા અથાગ ઉદ્યોગ દ્વારા તે ઉપાયને કાર્યમાં પરિણત કરે છે. ચિકિત્સા કરતા પહેલાં રેગનું મૂળ કારણ જાણવું જોઈએ. અનાડી તથા અશિક્ષિત વિદ્યા ઉંટવૈદું કરી ઉલટ રેગ વધારી દે છે. અને કેટલીક વખત તો રોગીના પ્રાણ પણ હરી લે છે. શરીર એ એક અત્યંત ગુંચવાડા ભર્યું યંત્ર છે. તેનાં અંગોને સુધારવાને અથવા વ્યવસ્થિત કરવાને પુષ્કળ જ્ઞાન તથા અનુભવની આવશ્યકતા છે. સમાજ યંત્ર તે શરીર યંત્રના કરતાં અનેક ગણું ગુંચવણભર્યું છે. સુખ-દુઃખ, સુજન-પ્રલય. ઈશ્વર–આત્મા, જન્મ-મૃત્યુ. બંધન તથા મેક્ષ ઇત્યાદિ પ્રશ્ન અત્યંત ગૂઢ તથા કેને ખૂબ મુંઝવનારા છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મનુષ્યનાં દુઃખ નિવારણ કરનારાઓ-મનુષ્યજાતિના સાચા માર્ગ પ્રદર્શક-સત્ય સંશોધન કરવાની ખાસ આવશ્યકતા છે. સત્ય સંશોધન તથા સત્ય પ્રચારની ભાવનાએજ મુનિ મહારાજને સંસારમાંથી વિરક્ત કર્યા. દીક્ષા લીધા પછી તરતજ તેઓએ પોતાના ધર્માચાર્યોએ તે સમય સુધી જે જ્ઞાનને સંચય કર્યો હતો. તે સંપાદન કર્યું. જે મનુષ્ય જાતિના સંચિત જ્ઞાનમાં વૃદ્ધિ કરવી હોય તે પિતાની પહેલાં જે જ્ઞાનસંચય થયેલ હોય તેના ઉપર પિતાને પૂર્ણ અધિકાર જમાવો જોઈએ. જ્યારે મહારાજશ્રીને પ્રચલિત તત્ત્વજ્ઞાનથી સંતોષ ન થયો ત્યારે તેમણે જાતે ગંભીરતા તથા એકાગ્રતાથી વિચાર કરવાને આરંભ કર્યો.