________________ 98 > આદર્શ મુનિ, પક્ષપાત, સાંપ્રદાયિક અહંકાર તથા અનર્થનું સાક્ષાત સ્વરૂપ નિરખવું હોય તે આધુનિક સંપ્રદાયનુયાયીઓના શાસ્ત્રાર્થમાં જરા ઉંડાણમાં જવાની તકલીફ ઉઠાવે. આમ કરતાં તમને સેંકડો એવા મેલવી, પંડિત તથા પાદરીઓ મળશે કે જેમનો ધંધેજ શાસ્ત્રાર્થ કરવાનું હોય છે. વર્તમાનકાળમાં શાસ્ત્રાર્થ એટલે લડાઈ, ઝઘડે અથવા વાચુદ્ધ. - એક સમય એ હતું કે જ્યારે શાસ્ત્રાર્થ માત્ર સત્યાસત્યને નિર્ણય કરવાનું એક, સાધન હતું. તે સમયે વર્તમાન પત્ર કે મુદ્રણાલયો (છાપખાનાં) ન હતાં. આજે જે કઈ પણ વિષયને નિર્ણય કરે છે તે તે વિષય ઉપર અનેકાનેક ગ્રંથ સુલભ છે, જેને અભ્યાસ કરી પ્રત્યેક મત તથા સિદ્ધાંત સંબંધીક આપણા અભિપ્રાય દઢીભૂત કરી શકીએ છીએ. પ્રાચીનકાળમાં વિદ્વાને તથા પંડિતેનું મુખ્ય કાર્ય કેવળ ધાર્મિક તથા દાર્શનિક વિષયેનું અનુસંધાન કરવાનું હતું પરંતુ આધુનિક સમયમાં તેની સમક્ષ અનેકાનેક કાર્યો તથા વ્યવહાર ખડાં થઈ ગયાં છે. જે પ્રકારે મહારાજશ્રીની વકતૃત્વ શકિત અત્યંત પ્રશ. સનીય છે, તેજ પ્રકારે તેઓશ્રીની શાસ્ત્રાર્થ શિલી પણ અત્યંત ઉત્કૃષ્ટ છે. આનાં અનેક કારણે છે, જ્યારે તેઓ ઘરબાર છોડી પોતાની આત્મોન્નતિ તથા મનુષ્યજાતિના દુઃખનિવારણાર્થે સત્ય સંસધનમાં પ્રવૃત્ત થયા, તે પહેલાં તેઓશ્રીએ ભારતના અનેક સંપ્રદાયના ધર્મગ્રંથનું અધ્યયન કર્યું હતું અને તે રીતે તે સમયે ભિન્ન ભિન્ન વિચારો તથા