________________ 54 >આદર્શ મુનિ. - પ્રકરણ ૪૧મું. સં. 1987. મુંબઈ. મોહમયી મુંબાપુરીમાં મોટી મેદની જણાથી વિહાર કરી મહારાજશ્રી ઘાટકોપર પધાર્યા. ત્યાં ત્રણ સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં, અને તેથી જનતામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થઈ. ત્યાંથી (ર) માટુંગા (જી. આઈ. પી.), અને માટુંગાથી ચીંચપોકલી પધાર્યા. આ બંને સ્થળોએ બળે વ્યાખ્યાન આપ્યાં. એક દિવસ મધ્યાહુકાળે ચીંચપોકલી સ્થાનક ચોગાનમાં આવેલી શ્રી કચ્છી વીસા ઓશવાળ સ્થાનકવાસી જૈન પાઠશાળાના વિદ્યાથીઓ સમક્ષ સત્ય ઉપર વ્યાખ્યાન આપ્યું. તેમાં અનેક દૃષ્ટાંત આપી સત્યનું રહસ્ય. સત્યથી થતા લાભ, તથા સત્યનો આત્મા ઉપર પ્રભાવ ઈત્યાદિ વિષયને અત્યંત સુબોધક તથા બાળકે ગ્રહણ કરી શકે તેવી સરળ શૈલીમાં સમજાવ્યા. આ સઘળી બાબતે વિદ્યાથીઓ સુંદર રીતે સમજી શક્યા અને તેથી બહુ આનંદિત થયા. તેઓશ્રીએ પિતાના પ્રવચનમાં જણાવ્યું કે “સત્યથી વિશ્વાસ વધે છે, જનતામાં આદરસત્કાર થાય છે,