________________ 452 >આદર્શ મુનિ. રાજશ્રીને વ્યાખ્યાનની પ્રશંસા કરી, ત્યાં એકત્ર થએલા શ્રોતાઓને આભાર માન્યું. તેમની પછી શ્રીમાન ભાઉરાવજી પાટીલે લોકોને મહારાજશ્રીનાં વચનામૃત પ્રતિદિન શ્રવણ કરવા જણાવ્યું. - તા. ૧૧મીને દિવસે ભાઉરાવજી પાટીલના આગ્રહને વશવર્તી મહારાજશ્રી તેમની સર્વજાતીય બેટિંગમાં વિદ્યાથીઓને ઉપદેશ આપવા પધાર્યા. ત્યાં તેઓશ્રીએ વિદ્યાથીઓને હિંસા, માંસ, ચેરી, અસત્ય તથા કટુ ભાષણ વિગેરેના નિષેધ ઉપર સરળ સુબોધક ભાષામાં ઉપદેશ આપ્યું. જેના પરિણામે કેટલાક સુશિક્ષિત વિદ્યાથીઓએ માંસ મદિરાના સેવનનો જીવન પર્યંત પરિત્યાગ કર્યો. વ્યાખ્યાન સમાપ્ત થયા બાદ શ્રી ભાઉરાવજી પાટીલે આજીવન કટુ ભાષણ ન બોલવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર બાદ અહીંથી વિહાર કરી તેઓશ્રી પુના પધાર્યા. ત્યાં ફર્ગ્યુસન કેલેજના વિદ્યાર્થીઓ માટે એક ખાસ ભાષણ કેલેજનાજ મકાનમાં રાયપ્રણી સૂત્રના રહસ્ય ઉપર તેઓશ્રીએ આપ્યું. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી તેઓશ્રી.ચિંચવડ પધાર્યા. અને ત્યાં પાંચ સાર્વજનિક વ્યાખ્યાન આપ્યાં. હિન્દુ તથા મુસલમાન આદિ સઘળા વર્ણના શ્રોતાઓએ બિલકુલ ભેદભાવ સિવાય પ્રેમભાવ તથા રુચિપૂર્વક વ્યાખ્યાન શ્રવણ કર્યા. આને લીધે ત્યાગ તથા પચ્છખાણ પણ થયાં. એક મુસલમાબ ભાઈએ તે પિતાનો પ્રેમ પ્રદશિત કરતાં જૈનભાઈ એને જણાવ્યું કે જે આવા પુણ્યશાળી મહાત્માના અને ચાકુર્માસ કરાવે તે હું તમારા કરતાં વિશેષ ખર્ચ આપવા