________________ આદર્શ મનિ. 439 કરે.” જલગામના શ્રીસંઘની આવા પ્રકારની વિનતિ સાંભળીને મહારાજશ્રીએ કહ્યું કે પૂજ્યશ્રીની આજ્ઞા મળવા ઉપર આ વાત અવલંબે છે, તેથી તે મળવાથી તેને સ્વીકાર થશે. ત્યાંથી વિહાર કરીને નસીરાબાદમાં થોડા દિવસ પ્રવચન કરીને ભુસાવલ ખાતે પધાર્યા. ત્યાંના ગાંધી ચેક (કે જે બરાબર બજારની વચ્ચે આવેલ છે તે) માં મહારાજશ્રીનાં પાંચ જાહેર વ્યાખ્યાને થયાં હતાં. તે વખતે શ્રેતાજનની સંખ્યા તે ચાર હજાર ઉપર કઈ કઈ વખત થઈ જતી હતી. કઈ પણ પ્રકારના ભેદભાવ વગરજ વ્યાખ્યાનમાં સર્વ જાતિના લકે એકત્ર થતા હતા. ત્યાં મહારાજશ્રીની પૂર્વે ક્યારે પણ સ્થાનકવાસી જૈન મુનિનું વ્યાખ્યાન થવા પામ્યું હતું. ત્યાંના મેલવી સાહેબ તેમજ ઓનરરી મેજીસ્ટ્રેટ શ્રીયુત ખાનબહાદુર સાહેબ પણ યથાશક્તિ મહારાજશ્રીના ઉપદેશને લાભ લેતા હતા. જો કે તેઓ ઇસ્લામ ધર્મના પકકા અનુયાયી છે છતાં મહારાજશ્રીના સીધા, સાચા અને પક્ષપાત રહિત શબ્દથી તેમના હૃદય ઉપર ભારે અસર થવા પામી. તેમનું દીલ એટલું તો ખુશી થયું કે આખરે તેમનાથી બોલ્યા વગર રહેવાયું જ નહિ એટલે મહારાજશ્રીનું વ્યાખ્યાન પૂરું થઈ ગયા પછી એક એક દિવસના અંતરે તેઓ બન્ને લગભગ પણ પિણા કલાક પર્યત ચર્ચા કરતા રહ્યા. બન્નેના બોલવાનો આશય એ હતું કે, “અમે અમને ખરેખરા ભાગ્યશાળી માનીએ છીએ, કારણ કે અમારી વસ્તીમાં આપશ્રી જેવા મુનિમહારાજને જોઈ શકીએ છીએ. જે થોડાક દિવસ મહારાજના ચાલુ સમાગમને લાભ મળતો રહે તે અમારામાંના પરસ્પરના વૈમનસ્ય અને મનનાં મેલાપણું, અને કેટલાય