________________ આદશ મુનિ. 389 કરી. “વારૂ, તો તેને અંદર આવવા દો. સઘળા નોકરોને પણ કહી દે કે તેને કઈ રોક ટોક કરે નહિ.” બસ, પછી શું જોઈએ ! તે તે અંદર ગયે, અને સલામ કરીને બોલ્યો, “હમણાં તે કંઈ પણ કામ નિમિત્તે આવ્યો નથી. અત્યારે તો નવી ફસલની નવી કેરીઓનો મુરબ્બો આપને ભેટ આપવા લાવ્યો છું.” આ સાંભળી હાકેમ સાહેબ ડોળ કરી બોલ્યા, “ભાઈ, તું શા માટે લાવ્યા? તું તે ગરીબ છે, પરંતુ છે? લાવ્યું ત્યારે ક. આજે બપોર કચેરીમાં આવજે. તે વખતે તારા મતને કાઢી આપીશ.” પેલા ગરીબ કહ્યું, “આપની મોટી મહેરબાની.” આમ કહી નીચા વળી સલામ કરી તે તે ઘેર ગયે. આ બાજુ હાકેમ પિતાની બીબી જાનને કહેવા લાગ્યો, “જોયું, કેવો ખીચુસ વાણીએ ? કહેતો હતો કે મારી પાસે કંઈજ નથી. છતાં આખરે મુરબ્બો લાવ્યું. બીબી ! જરા ઘડે ઉઘાડીને ચાખી તે જુઓ.” પછી ઘડે ઉઘાડી તેમાંથી સઘળાંએ થોડો શેડ ચાખે, અને બધાં ખુશ થઈ ગયાં. બપોરે જ્યારે હાકેમ સાહેબ કચેરીમાં ગયા, ત્યારે પેલે ગરીબ ત્યાં આવી પહોંચ્યા હતા. હાકેમ સાહેબે મુરબ્બાની લાંચ લીધેલી હોવાથી આ વખતે ખત ઉપર વિના વિલંબે પિતાના દસ્કત (સહી) કરી આપ્યા. તે લઈ ખતવાળે પેલે ગરીબ બેલ્યા, “આમાં હવે કંઈ બાકી તો રહ્યું નથીને? કેઈ બીજાને બતાવવાની આવશ્યકતા તો નથીને ?" હાકેમે કહ્યું, “હવે એમાં કંઈ પણ બાકી નથી. માત્ર મારી સહીની જરૂર હતી, તે તે કરી નાખી.” ત્યાર બાદ પેલે ગરીબ ખત લઈને ઘેર ગયે. .