________________ 388 > આદર્શ મુનિ. ગડબડ ગોટાળા થયા છે, આદિ, આમ કહી કહીને તેણે ઘણા દિવસો વીતાવી દીધા, છતાં પેલા બિચારા ગરીબને તેને દસ્તાવેજ કાઢી આપે નહિ. ત્યારે પેલા ગરીબ વિચાર કર્યો કે એમાં તે હસ્તાક્ષર (દસ્તક) સિવાય બીજું કંઈ કામ બાકી રહ્યું નથી. વળી તેમાં (સહી) દસ્તકની જરૂર હોવાથી કંઈ ભેટ આપ્યા સિવાય તે ખત પાછું મળશે નહ. પરંતુ ભેટ આપવાને મારી પાસે પુરી બદામ નથી. તેથી શું કરું? આમ વિચાર કરતાં કરતાં તેના મગજમાં ઓછા ખર્ચ પતી જાય એવી એક યુક્તિ કુરી, કે આજ કાલ બજારમાં નવી કેરીઓને મુરબ્બો તૈયાર મળે છે. તે બે ચાર રૂપી આને લાવી હાકેમને લાંચ આપું. પરંતુ મારી પાસે તે બેચાર રૂપીઆ પણ નથી. પણ કંઈ નહિ, આઠ આનાનો મુરબે ઘેર લઈ આવું, અને પછી કુંભારને ઘેરથી એક નવો મેટો ઘડે લાવી તેને તાજા છાણથી ભરી, તેના ઉપર મુરબે પાથરી દઉં. આમ વિચાર કરી, તે મુજબના ઘડો તૈયાર કરી, તેનું મેં નવા કપડાથી બાંધી. પિતાને માથે મૂકી હાકેમને ઘેર ગયા. ત્યાં જઈ નોકરને કહ્યું, “ભાઈ! અંદર જઈ હાકેમ સાહેબને જઈને કહે કે દસ્તાવેજવાળે પેલો ગરીબ વાણીએ આવ્યા છે. નોકરે અંદર જઈ તેજ મુજબ કહ્યું. વાત સાંભળતાંજ અત્યંત ક્રોધથી શતા પીળા થઈ જઈ હાકેમ સાહેબે કહ્યું, “જા, તે બદમાશને જઈને કહી દે કે હમણા ફુરસદ નથી. કેઈ દિવસ કચેરીમાં આવજે.' નોકરે આ સાંભળી અરજ કરી કે હજૂર, તે ખત લેવાને નથી આવ્યો. પરંતુ કંઈક વસ્તુ આપને ભેટ આપવાને લઈને આવ્યા છે. ત્યારે હાકેમ સાહેબે આજ્ઞા