________________ આદર્શ મુનિ. 385 છે તે બધા ડુબી જશે. તે લેકે માને છે કે કંચનીએ અમારા તરફ હાથને ઈશારો કર્યો છે. પરંતુ જ્ઞાનીઓ કહે છે કે તે હાથને ઈશારો નથી, પરંતુ નરકમાં ધકેલી મૂકવાને હડસેલે છે. હે યુવરાજ મહારાજ કુમાર સાહેબ ! જ્ઞાનીજનો આવાં સ્થળોએ પણ પોતાના જ્ઞાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે, આ નજ મનુષ્યને મોક્ષનું સાધન છે. ગરૂડ પુરાણમાં કહ્યું છે કે "मोक्षस्य कारणं साक्षात तत्वज्ञान खगेश्वर !" આને ભાવાર્થ એ છે કે વસ્તુનું સ્વરૂપ જ્ઞાનદ્રારા વિચારવાથી આત્માને આત્મિક જ્ઞાન થાય છે. સો એક વરસ પહેલાંની વાત છે, કે “કરકે ડુ” નામે એક રાજા હતા. એક દિવસ સહેલગાહે જતાં માર્ગમાં એક તેણે ગાયના વાછરડાને જે. તેજ વખતે ગોવાળીઆને બોલાવીને તેણે કહ્યું “આને ખૂબ દુધ પીવડાવજે અને એની પાસે કંઈ પણ કામ કરાવત નહિ. આમ કહી તે નગરમાં પાછો ફર્યો. સમય જતાં પેલા વાછરડાને હૃષ્ટ પુષ્ટ થએલે જોઈ રાજાને ખૂબ આનંદ થયે. ડા દિવસે વીતી ગયા પછી ફરીથી પેલા વાછરડાને જોયો તે તે સમયે તેનામાં ઉઠવાની કે બેસવાની પણ શકિત ન હતી. તેની અવસ્થામાં આવું એકાએક રૂપાન્તર થએલું જોઈ આશ્ચર્ય પામી રાજાએ પ્રધાનને બોલાવી પૂછ્યું - રાજા–પ્રધાનજી! આ વાછરડાની આવી દશા કેમ થઈ ગઈ હશે? વળી આગળ ઉપર (ભવિષ્યમાં તેનું શું થશે?