________________ આદર્શ મુનિ. 381 સઘળા મૂર્ખશિરેમ છે. મેં તો મારે એક વખત જે બાંધવું હતું તે બાંધી લીધું. આખરે તે સઘળા પિતાને વતન આવ્યા. તેમાં પેલા ત્રણ તે ખૂબ સુખી થયા, પરંતુ પિલો એ લેતું બાંધી લાવનાર જે હતો તેવો જ દરિદ્રી રહ્યા. હે રાજન! હવે તને પુછું છું કે તું પણ શું પેલા લોઢું બાંધનાર જેવો છે? તેણે જેવું લેડું બાંધ્યું, તેવું તું પણ શું બાંધવા ચાહે છે? અરે ! તે તો અજ્ઞાત અવસ્થામાં નાસ્તિક ધર્મને સ્વીકાર કર્યો હતે તે જ. હવે તો તને જ્ઞાનરૂપી માણેકની ખાણ મળી છે, તે પછી હવે પણ અજ્ઞાનરૂપી લોખંડનો ત્યાગ કરશે નહિ ? યાદ રાખ કે જો તું લોખંડને ત્યાગ કરશે નહિ તો ચોરાસી લાખ ફેરા ફરવાના તારે માટે કાયમ રહેશે. રાજા–ભગવાન ! હવે તે બધી સમજણ પડી ગઈ. જે કંઈ શંકા હૃદયમાં હતી તે સઘળી ટળી ગઈ. હૃદય વિશુદ્ધ થઈ ગયું. સ્વામિન્ ! હું લેઢિાવાળા વેપારી જેવો નથી. હું તો સત્યનો ગ્રાહક છું. નાસ્તિકપણારૂપી લેખંડને હું ત્યાગ કરી આસ્તિક ધર્મ રૂપી માણેકની ગાંસડી બાંધી લઈશ. આવું કહી રાજાએ આસ્તિક ધર્મને સ્વીકાર કર્યો, અને મુનિરાજને કહ્યું, હવે હું ઈશ્વર, પુણ્ય, પાપ આત્મા, શરીર તથા પુનર્જન્મ આદિ સઘળાને માનીશ અને ધર્મ પર નિષ્ઠા રાખીશ. આજથી નાસ્તિકતાને હું ત્યાગ કરું છું. ત્યાર બાદ કેશી શ્રમણ મુનિ ત્યાંથી વિહાર કરી અનેક દેશદેશાન્તરમાં ધર્મ પ્રચાર કરી અને મોક્ષ પદને પામ્યા.