________________ આદર્શ મુનિ ! બંનેને જાણ્યા બાદ પરેલેકમાં જે શ્રેયસ્કર અને આત્માનું કલ્યાણકારી હોય, તે કરવાનો મનુષ્ય માત્રનો ધર્મ છે. પરંતુ આવું જ્ઞાન તથા શ્રવણ લાભ ઋષિઓ તથા મુનિએને સત્સંગ હશે તોજ થશે. સંસારમાં સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. ગમે તેવો પાપી જીવાત્મા હોય છતાં, સત્સંગ થતાં તજ તેને ઉદ્ધાર થાય છે. સત્સંગનો મહિમા અનુપમ છે. ગ્રીનાં અનેક પ્રકરણ અને પૃષ્ઠ સત્સંગના મહિમાથી ભરેલાં પડ્યાં છે. એમ સાંભળવામાં આવ્યું છે કે પુરાણમાં એક કથા આવે છે, કે સાઠ હજાર વર્ષ તપ કરનાર એક ઋષિ અને એક પળ માત્ર સત્સંગ કરનાર બીજા કષિ વચ્ચે વિવાદ થયે કે “તપસ્યા વધે કે સત્સંગ? આ વાતને નિર્ણય કરાવવા બંને ઋષિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે દેવતાઓ પાસે ગયા. આ પ્રકારનો અદ્દભુત ઝઘડે સાંભળી ત્રણે દેવતાઓ વિચારમાં પડી ગયા કે કેને સારું બેટું મનાવવું? તેથી વિચાર કરતાં કરતાં એક ઉપાય શોધી કાઢયે કે બંને ઋષિઓને શેષનાગ પાસે મોકલી દેવા. તેજ મુજબ કરવામાં આવ્યું. શેષનાગ પણ આ ઋષિઓની વાત સાંભળીને મુંજવણમાં પડી ગયા, અને વિચાર કરવા લાગ્યા કે આ નિર્ણય શી રીતે કરે અગર તો તેમને આગળ કેની પાસે મોકલવા? આમ કરતાં કરતાં આખરે શેષનાગને એક યુક્તિ સુઝી. તેથી તેમણે ઋષિઓને કહ્યું, જુઓ, આપ મહાશયોનો પ્રશ્ન બહુજ ગંભીર વિચારને પાત્ર છે. તેથી મારા શિર ઉપરના આ પૃથ્વીના ભારને થોડે વખત અળગો કરે પડશે. માટે આપ મહાનુભાવે આ ભારને ઉપાડે. આમ કહી તપસ્વી કષિ તરફ ફરીને કહ્યું-“આપ