________________ 358 > આદર્શ મુનિ. આજે આર્યાવર્તમાં મહારાણા સાહેબ પરમ દયાળુ અને ધર્મ રક્ષક છે, અને વંશ પરંપરાના ઉમદા ગુણ ધરાવનારા છે. અમે તેમની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તેમના જેવા પિતાના આપ પુત્રરત્ન છે. આ આર્યભૂમિમાં આપ બંને નરરત્નો છે. આપે પણ જનસમૂહ ઉપર અત્યંત ઉપકાર કર્યા છે. હવે જે આપની ઈચ્છા હોય તો માર્ગશીર્ષ વદ. ૧૦ને દિવસે શ્રી પાર્શ્વનાથ મહારાજની જયંતિને દિવસે સદાને માટે શહેરમાં પાણી લાવવામાં આવે તે આપને ખૂબ લાભ થશે. મુનિશ્રીનાં આ કથન શ્રવણ કરીને દયાળુ શ્રી બાપજીરાજે તેને તરતજ સ્વીકાર કર્યો. ત્યારબાદ ઉપદેશ બંધ રાખી મુનિશ્રી પિતાને નિવાસસ્થાને પધાર્યા. - આશ્વિન વદી પંચમીને દિવસે સાયંકાળે મુનિશ્રી મગરાના હાકેમ સાહેબને ત્યાં દર્શન આપવા પધાર્યા. ત્યાં એક બકરાને અભયદાન આપવામાં આવ્યું. કાતિક વદ ૬ને દિવસે જાગીરદાર શ્રીમાન જગન્નાથસિંહજી જેઓ શ્રીમંત મહારાણા સાહેબના વિશ્વાસપાત્ર છે, તેમણે ઉપદેશનો લાભ લીધો. ફરીથી પણ હાકેમ સાહેબને ઉપદેશ શ્રવણ કરવાની અભિરૂચી થતાં આધિન વદ ૮ને દિવસે ઉપદેશ શ્રવણનો લાભ લીધે. બજાર તરફના લેકેને વિશેષ આગ્રહ થતાં આશ્વિન વદ ને દિવસે ધન મંડપમાં પધાર્યા, અને લાધુવાસની હવેલીમાં નિવાસ કર્યો. ત્યાં જાહેર રસ્તામાં વ્યાખ્યાન થતું. મેજાના રાવત સાહેબ, ભદેસરના રાવતજી સાહેબ, બાકરડાના છબી જુઓ.