________________ આદર્શ મુનિ. ત્ર 357 પતિદેવ જ્યારે સ્ત્રીનું રક્ષણ કરે છે, અને કહે છે કે અમુકને ઘેર જવું નહિ. અમુકની સાથે બોલવું નહિ, ત્યારે પત્નિ પણ તેના વચને તરફ મનમાં હસે છે કે એમ કહેવાથી અગર દષ્ટિ કરવાથી શું કેઈ પિતાનું શીલ સાચવી શકે છે? કદાપિ નહિ. જે ધર્માચરણ કરશે તે તે પિતાના કુળની મર્યાદાને લીધે કરશે. પતિ ક્યાં બધે નજર રાખી શકવાનો હતે? એજ પ્રમાણે લક્ષ્મીને ખૂબ સંગ્રહ કરવાથી તે પણ હસે છે કે હું તેના અધિકારમાં રહી છું અને રહેવાની છું? મને તે અનેક જણે અનેક પ્રકારે પોતાના કાબુમાં રાખવા પ્રયત્ન આદર્યા, પરંતુ હું ચંચલા એક સ્થાન પર રહી નથી. મને મેળવીને જેઓએ આ લેકમાં મારે પપકારાર્થે ઉપયોગ કર્યો છે તેઓ પહેલેકમાં સુખી થયા છે. પરંતુ મને મેળવીને જેએએ મારો સદુપયોગ કર્યો નથી, તેવાના શું કામમાં આવવાની હતી ? તેથી મનુષ્ય મારે લીધે જેટલે પરોપકાર થઈ શકે, એટલે કરે જોઈએ. આ પ્રમાણે મુનિશ્રીએ લગભગ એક કલાક સુધી ઉપદેશ કર્યા. શ્રવણ કરતાં કરતાં કેટલીયે વાર ચુવરાજ સાહેબ તથા ઉમરાવ મહેદ હર્ષોલ્લાસથી મગ્ન થઈ ડોલતા હતા. તે મહાનુભાવોનું ચિત્ત ઉપદેશ શ્રવણ કરીને પુષ્કળ પ્રફલિત થયું. યુવરાજ કુંવર સાહેબે ફરીથી એકવાર કેઈક દિવસ ઉપદેશ શ્રવણ કરવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે મુનિશ્રીએ કહ્યું કે “કાલે શ્રીમન્ત મહારાણા સાહેબે ઉપદેશ શ્રવણ કર્યો છે. અને તેમણે સદાને માટે ચૈત્ર સુદ ૧૩ને દિવસે પાખી પલાવવાને સ્વીકાર કર્યો છે.