________________ ૩પ૦ > આદર્શ મુનિ સજા કરવામાં આવી છે. આ સાંભળી રાણીએ પેલા સેવક જલાદ–ને હકમ કર્યો કે બીજે હુકમ ન મળે ત્યાં સુધી અપરાધીને સજા કરવી નહિ. બીજી બાજુ રાણીએ પિતાના પતિદેવને કહેવડાવ્યું કે “હું મહારાજ પાસે એક વરદાન માગું છું, તે મને કૃપા કરીને આપ. તે વરદાન એ છે કે પ્રાણદંડને અપરાધીને આજને માટે છોડી મૂકવામાં આવે.” આ પ્રમાણે પેલા અપરાધીને તે દિવસ માટે મુક્ત કરવામાં આવ્યું. રાણીએ અપરાધીને તે દિવસે સારી રીતે જમાડે અને તેને પાંચ હજાર રૂપીઆ આપ્યા. તે જ પ્રમાણે તેજ રાજાની બીજી રાણીએ અપરાધીને બીજે દિવસે સત્કાર કર્યો, અને દશ હજાર રૂપીઆ આપ્યા. ત્રીજી રાણીએ ત્રીજે દિવસે ગુન્હેગારને સ્વાદિષ્ટ ભેજન જમાડી પંદર હજાર રૂપીઆ આપ્યા, તથા તે દિવસે પ્રાણ રક્ષા કરી. આટલો આદર સત્કાર થવા છતાં તથા આટલું દ્રવ્ય મળ્યા છતાં દેહાંતદંડની સજાને લીધે પેલા અપરાધીને બિલકુલ સુખ ચેન પડતું નહિ. પરંતુ વિચાર કરતો કે મુઆ પછી આ દ્રવ્ય શું કામમાં આવશે? તે તે મૃત્યુ ભયથી ભયભીત બની ગયો હતો. આખરે ચેથી રાણીએ તે પેલા અપરાધીને દ્રવ્યાદિ કંઈ આપ્યું નહિ, પરંતુ પિતાના સ્વામીનાથ પાસે વરદાન માગી તેના દેહાંત દંડની સજા માફ કરાવી. બસ, બીજું શું જોઈએ ? પેલા અપરાધીને મરણ ભય ટળી ગયે, ચિત્ત પ્રક્રુલ્લિત બની ગયું. પરંતુ રાણીઓમાં અંદર અંદર વાદવિવાદ થવા લાગે. કે અમે આટલું આટલું દ્રવ્ય અપરાધીને આપ્યું, છતાં ચેથી રણુએ કંઈજ ના આપ્યું, તેથી તેને “કંજુસની પદવી એનાયત કરવી.