________________ આદર્શ મુનિ 349 અડકતાં પહેલાં પોતાની પ્રાણ રક્ષા કરવા માટે દૂર ભાગી જશે. આ ઉદાણાથી એ સિદ્ધ થાય છે કે દરેકને પોતાને પ્રાણ પ્યારે છે, તેથી જ પ્રાણીઓનું પ્રાણ હરણ કરવું મહાપાપ મનાયું છે. મનુષ્ય મા ભયભીત પ્રાણુઓના પ્રાણ લેવાની ઈચ્છા સરખી કરવી જોઈએ નહિ. પરંતુ તેને બચાવવાની કેશીષ કરવી જોઈએ. કેઈ પણ સમયે કોઈ પણ સ્થળે, કોઈ પણ પ્રાણીને, કોઈ પણ પ્રકારને ભય ઉત્પન્ન થાય તે તેને ભયમુક્ત કરવું એ મનુષ્યમાત્રનો પરમ ધર્મ છે. સંસારમાં અપાતાં અનેક પ્રકારનાં પ્રચલિત દાનમાં સર્વશ્રેષ્ઠ દાન ભયમુક્ત કરવાનું એટલે કે અભયદાન દેવાનું શાસકારેએ કહ્યું છે : दाणाण सेठं अभय पहाणं, सच्चेसु वा अणवज्जं वयंति। तवेसु वा उत्तम बंभचेरं, लोगुत्तमे समणे नायपुत्ते॥ અર્થાત દાનમાં સર્વથી શ્રેષ્ઠ દાન પ્રાણીઓને અભયદાન આપવામાં છે. કેઈને પણ તિલમાત્ર કષ્ટ ન થાય એવી ભાષા સર્વ ભાષાઓમાં શ્રેષ્ઠ મનાય છે. તપસ્યામાં સર્વથી ચઢી જાય એવી બ્રહ્મચર્ય તપસ્યા માનવામાં આવે છે આ ઉક્તિ પ્રમાણે સંસારમાં સર્વશ્રેષ્ઠ ધર્મોપદેશક ભગવાન મહાવીર સ્વામી હતા. મારા સ્થનનું તાત્પર્ય એટલું જ છે કે સર્વથી શ્રેષ્ઠ દાન અભયદાન છે. સાંભળે. કોઈ એક રાજાએ કોઈ એક અપરાધીને દેહાંત દંડની સજા ફરમાવી. તે મુજબની સજા કરવાને માટે રાજાના જલ્લાદે અપરાધીને રાજમહેલની અટારીઓની નીચે થઈને લઈ જતા હતા, તે વખતે અનાયાસે રાજરાણુએ પિતાની બારીએથી અપરાધીને લઈ જતાં જે. દાસીઓને પુછવાથી માલમ પડ્યું કે તેને દેહાંત દંડની