________________ આદર્શ મુનિ. 345 અભયદાન આપ્યું છે. આપે ખૂબ પુણ્ય કાર્ય કર્યું છે. હવે જો આપની ઈચ્છા હોય તે ભેટરૂપે ચિત્ર સુદ તેરસ શ્રી મહાવીર જયંતિ મહોત્સવને દિવસે શહેરમાં પાખી પોલવાનો હુકમ કરશે. આ સાંભળી શ્રીમંત મહારાણુ સાહેબે કહ્યું, “એમાં શી મેટી વાત છે?” તદનુસાર શ્રીમંત મહારાણા સાહેબે શ્રીમાન ફતેહલાલને ફરમાવ્યું કે જે મહારાજશ્રીએ જણાવ્યું છે, તે ફરીથી યાદ દેવડાવજે. ત્યાર બાદ મુનિશ્રીને કહ્યું કે “તાપમાં આપને અત્રે આવવું પડયું, તેથી આપને તકલીફ થઈ હશે.” આ સાંભળી મુનિશ્રીએ કહ્યું કે શીત કે ઉષ્ણુ પરિષહાને સહન કરી પરોપકાર કરે તથા અન્ય પાસે કરાવે એ અમારું કર્તવ્ય છે. આ પ્રમાણે કહી મુનિશ્રી પિતાને નિવાસસ્થાને પાછા ફર્યા. શ્રીમંત મહારાણુ સાહેબે દરેક ચૈત્ર સુદ 13 ને દિવસે પાખી પાળવાનો હુકમ બહાર પાડી દીધો. આશ્વિન વદ પંચમીના પ્રાત:કાળે શ્રી મહારાણા સાહેબ તરફથી મુનિશ્રીને સંદેશો મળ્યો કે “કાલે જે અઢાર પાપ તથા નવ પુણ્ય વિષે શ્રવણ કરાવ્યું હતું, તે લખીને મારી પાસે મેકલાવશે.”. આ પ્રમાણેની શ્રી કસ્તુરચંદજી બેરદિયા દ્વારા સૂચના મળતાં મુનિશ્રીએ જીવનસિંહજી નલવાયા પાસે લખાવ્યું અને તે લિખિત યાદી શ્રીમંત મહારાણુ સાહેબની હજૂરમાં મોકલાવી, શ્રીમાન મહારાણું સાહેબે તે વાંચીને પિતાની પેટીમાં રાખી કે જેથી તેને વારંવાર વાંચી શકાય. છબી જુઓ.