________________ આદર્શ મુનિ. 343 સ્થાને (તબેલામાં) રહેશે; અગ્નિદેવની આસપાસ મંગળફેરા ફરી પરણેલી પત્નિ રડતી કક્કળતી ઘરના દરવાજા સુધી આવી ઘરમાંજ રહી જશે, અને મિત્ર શમશાન ભૂમિ સુધી વળાવવા આવશે; વળી આ દેહલતા કે જેને ખૂબ પિષ્ટિક ખેરાક ખવડાવી પીવડાવી હૃષ્ટપુષ્ટ કરી હતી તથા જેને અનેક અલંકાર વસ્ત્ર તથા સુગંધથી શણગારવામાં આવતી હતી તે ચિતામાં ભસ્મીભૂત થઈ જશે તે વખતે સાથે આવનાર માત્ર ધર્મ હશે. પરભવમાં ધર્મ (પુણ્ય) એકલેજ સુખદાયી નીવડે છે, જ્યારે પાપ તેટલાજ દુઃખદાયી નીવડે છે. તેથી ઉપર વર્ણવ્યા મુજબના પાપ કરવાથી મનુષ્ય વિમુખ રહેવું જોઈએ અને પુણ્ય સંચય કરે જોઈએ. નહિ તો એ પાપ જ આત્માને નરકમાં લઈ જવાનું દ્વાર બનશે. શ્રીકૃષ્ણચંદ્ ગીતામાં ગાયું છે કે - त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः / कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् // શ્રીભગવદગીતા અધ્યાય-૧૬ શ્લેક 21 પુણ્ય કહે કે નેકી કહે તેનું પરિણામ પરલોકમાં તો અતિ આનંદદાયક નીવડશે જ. પરંતુ આ લેકમાં પણ તેનું પુણ્યનામ અમર થઈ જાય છે. જેવી રીતે કે ગામમાં પુણ્ય સંચય કરનાર પરોપકારી માણસ પોતાનું આયુષ્ય સમાપ્ત થતાં મરણ શરણ થાય તો લોકો કહેશે કે કે ભલો માણસ હતો? એ તે ગામનું નામ હતું, એની બેટ પૂરાશે નહિ ઈત્યાદિ. તે જ પ્રમાણે તેથી વિરૂદ્ધ કઈ દુરાચારી દુષ્ટ કર્મો