________________ આદર્શ મુનિ. 339 આધિન વદ ૧ને દિવસે દેલવાડાના રાજરાણા શ્રીમાન શ્રી યશવંતસિંહજી સાહેબે વ્યાખ્યાન શ્રવણનો લાભ લીધે. તેજ દિવસે સાયંકાળે પારસલીના રાવત સાહેબ શ્રીમાન લાલસિંહજી મહારાજશ્રીનાં દર્શનાર્થે પધાર્યા. આશ્વિન વદી. 4 ને દિવસે મધ્યાહ્નકાળે શ્રીમન્ત શ્રી મહારાણ સાહેબ તરફથી શ્રીમાન મદનસિંહજી સાથે સંદેશ મળે કે “મુનિશ્રી પિતાને આવાસ પધારે.” આ પ્રમાણે સંદેશ મળતાં મુનિશ્રી સ્વાશિષ્ય મંડળી સહિત શિવ-નિવાસ મહેલમાં પધાર્યા. શ્રીમંત શ્રી મહારાણું સાહેબે જાતે અત્યંત વિનયપૂર્વક મુનિશ્રીનું સ્વાગત કર્યું. હિન્દુકુલ શ્રીમાન મહારાણા સાહેબના સેળ ઉમરાવોમાંના એક છે.