________________ ૩ર૬ > આદર્શ મુનિ. ચેક બજારમાં ટાવર પાસે બનેડા રાજાજી સાહેબ શ્રીમાન અમરસિંહજી મહદય જેઓ શ્રીમંત મહારાણા સાહેબના ભાયાતેમાંના એક છે, તેમની હવેલીમાં બાર સાધુઓ સહિત પદાર્પણ કરાવવામાં આવ્યું. અષાડ સુદ ૭ના પ્રાતઃકાળથી મુનિશ્રીએ વ્યાખ્યાનને પ્રારંભ કર્યો. શરૂઆતમાં સુખ વિપાકજી સુત્ર શ્રીમુખે કહેવામાં આવ્યું ત્યારબાદ તેમાંના એક ગહન વિષયને એક ગંભીર વ્યાખ્યાન દ્વારા શ્રેતાઓને અતિ સરળ રીતે સમજાવવામાં આવ્યું. જે તે સઘળા સંભાષણોને સંગ્રહ કરવામાં આવે તે એક અત્યંત ઉપયોગી મહાન ગ્રન્થ તૈયાર થઈ શકે. પરંતુ એ સઘળાં ભાષણને સારાંશ આ પુસ્તકમાં ન આપતાં માત્ર ચાતુર્માસમાંજ જે જે મુખ્ય ઉપયોગી ઘટનાઓ બની છે, તેનું જ પાઠકને દિગ્દર્શન કરાવવું યથેષ્ટ લાગે છે. શહેરમાં જાહેર ખબર દ્વારા ખબર આપવાની કંઇ. આવશ્યકતા પણનહતી. કેમકે પહેલાં ડાંડી પીટાવી સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા, તેથી દિન પ્રતિદિન શ્રેતાઓની સંખ્યામાં વૃદ્ધિ થતી ચાલી. વિશાળ ભવન હોવા છતાં પણ લેકેને બેસવાની જગ્યા મળતી નહિ. કેટલીક વાર તો અત્યંત ભીડ થઈ પડતાં કેટલાક શ્રેતાઓને તો ઉપદેશ શ્રવણ કર્યા સિવાય હતાશ થઈ પાછા ફરવું પડતું. વ્યાખ્યાન શ્રવણ કરવાને કેટલાક રાજ્ય કાર્યભારીઓ પણ હાજર થતા. અષાડ સુદ 15 ને દિવસે પારસેલીથી શ્રીમાન રાવત સાહેબને આવેલો પત્ર આ મુજબ છે. * હિન્દકુલસુર્ય શ્રીમંત શ્રી મહારાણા સાહેબના સોળ ઉમરાવોમાંના તેઓ એક ઉમરાવ છે.