________________ આદર્શ મુનિ. 35 શ્રીના બે વ્યાખ્યાન અમ શ્રવણ કરવાનું સૈભગ્ય પ્રાપ્ત થયું. (રાવતજી મેવાડાધિષતિના બત્રીસ ઉમરામાંના એક છે.) મુનિરાજનાં ઓજસ્વી વ્યાખ્યાને સાંભળી રાવતના હૃદયમાં દયાને એક અદ્દભૂત પ્રવાહ વહેવા લાગે. જેના પ્રત્યક્ષ પ્રમાણ રૂપે તેમણે મહારાજશ્રીના ચરણમાં અભયદાનને એક પટે સમર્પણ કર્યો. આ પટાની વિગત પરિશિષ્ટ પ્રકરણ ૧લામાં આપવામાં આવી છે. - ત્યારબાદ ત્યાંથી વિહાર કરી મહારાજશ્રી દલી, ડબુક થઈ જેઠ વદ 5 ને દિવસે આહિડ પધાર્યા. તેજ દિવસે ઉદયપુરમાં જાહેરનામા નંબર પ૪૩ અનુસાર પ્રજાવત્સલ, હિંદુ ધર્મ સંરક્ષક શ્રી મહારાણજી સાહેબ તથા શ્રીમન્ત શ્રી કુંવરજી બાપજીરાજ તરફથી જાહેર કરવામાં આવ્યું કે “કાલે ચૈથમલજી મહારાજ પધારેગા, સો અગતો રાખજે. નહિ રાખેગા તે સરકારક કસુરવાર હેગા.” આ પ્રમાણે જાહેર થતાં લેકેએ પાખી પાળી, તથા તેજ જાહેરનામા દ્વારા જનતાને મુનિશ્રીના શુભાગમનના સમાચાર મળ્યા. | સમાચાર મળતાંજ લેકોના હૃદયમાં એકાએક નવીન જાગ્રતિને સંચાર થયે, તથા તેમનાં અંતઃકરણ અવર્ણનીય અપાર આનંદ સાગરનાં ગંભીર તરંગથી તરંગિત થવા લાગ્યાં. મુનિશ્રીના કલ્યાણકારી મહાન ઉપદેશના ભાવિ આનંદને અનુભવ કરવાની અભિલાષાથી અષાડ સુદ ૬ને શુભ દિને તેમનું સ્વાગત કરવાને સહ નરનારીઓ એકત્ર થયાં હતાં. વિરાજયની ચાલુ ઘોષણાઓ સાથે મુનિશ્રીને લઈ આવી, મતી છબી જુઓ.